YOUTUBE પર કમાણી કરવા ચાહો તો આટલી વાતોનું જરૂરથી ધ્યાન રાખો

શરૂ કરતાં પહેલાં આટલી વાતો જાણી લો :
યુ-ટ્યુબ પર ચેનલ બનાવવા વાળા નવાં યુઝર્સને કેટલીક વાર એવું લાગે છે કે યુ-ટ્યુબ પર કમાણી કરવી સહેલી છે. પરંતુ સચ્ચાઇ કંઇક અલગ છે. યુ-ટ્યુબ પર કમાણી કરવા માટે આપને બધી જ રૂકાવટો પર લગાતાર વીડીઓ અપલોડ કરવાનું હોય છે. સાથે જ ક્વોલીટી અને કન્ટેન્ટનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
યુ-ટ્યુબ પર કમાણી કરવા વાળાને જો આપણે ત્રણ ભાગમાં વહેંચીએ તો પ્રથમ ભાગમાં તે કંપનીઓ, બીજા ભાગમાં સિંગલ યુઝર્સ અને ત્રીજા ભાગમાં યુ-ટ્યુબ મિલેનિયર્સ આવે છે. આ ત્રણેયમાં એક સામાન્ય બાબત છે કે યુ-ટ્યુબ પર શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલીથી કમાણી થાય છે.
કંટેટ છે સહુથી જરૂરી -
યુ-ટ્યુબ અંગે એક ગેરમાન્યતા છે કે વીડીઓ વ્યુ મતલબ યુ-ટ્યુબ મની, જ્યારે આ એ એડ્વર્ટાઇઝ છે. જેના પર સરળતાથી જીૌ કરી જવાય છે. એના માટે જરૂરી છે પોતાના કન્ટેન્ટ ને વધારે ઇન્ટરેક્ટીવ બનાવવામાં આવે...
આના વગર કમાણી નહીં થાય -
યુ-ટ્યુબ પર કમાણી કરતાં પહેલાં આપે આ વાતો ને જાણવી જરૂરી છે કે એડ્વર્ટાઇઝ માટે આપે યુ-ટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ પર સાઇન અપ કરવું પડશે. યુ-ટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ થવા માટે આપના ચેનલને ૪૦૦૦ વોચ અવર્સ અને ઓછામાં ઓછાં ૧૦૦૦ સબસ્ક્રાઇબર્સ જોઇશે.
આના ઉપરથી સાફ સમજાય છે કે યુ-ટ્યુબ પર કમાણી કરવા માટે આપને કન્ટેન્ટની સાથે સાથે એક વિશાળ ઓડીયન્સ પણ જોઇશે.
આ છે મોટી અને અગત્યની વાતો :
યુ-ટ્યુબ પર આપની ચેનલ બનાવ્યા બાદ થમ્બનેલ થી લઇને લોકો સુધી સારી રીતે જોઇ લો. વીડીઓમાં કન્ટેન્ટની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વીડીઓ જેટલો લાંબો અને રસમય હશે એટલો જ ઝડપથી યુઝર્સ જોશે. હેશટેગનું ધ્યાન રાખીને ઉપયોગ કરો.
યુ-ટ્યુબ પર આ રીતે પણ થઇ શકે છે કમાણી :
સ્પોન્સર્ડ વીડીઓ બનાવો...
યુ-ટ્યુબ પર આપ કોઇ કંપની, બ્રાન્ડ કે દુકાન નો એક્સ્કલુઝીવ વીડીઓ અપલોડ કરી શકો છો. દા.ત. ધારો કે આપ ચેનલ યાત્રા થી સંબંધિત છો તો આપ કોઇ હોટલ અથવા લોજ નો સ્પોન્સર્ડ વીડીઓ બનાવી શકો છો. વળી બિઝનેસ કંપનીઓે ને પણ ભરોસો અપાવો કે આપનો વીડીઓ યુઝર્સ પસંદ કરશે જ. જેનાથી તેઓને ફાયદો થશે.
લિંકનો ઉપોયગ કરો -
જો આપ આપના યુ-ટ્યુબ પર કોઇ બ્રાન્ડ અથવા પ્રોડક્ટ્સ અંગે બતાવી રહ્યા હોવ તો સારૂં એ રહેશે કે એ પ્રોડક્ટની લિંક પણ ઇન્ટ્રોડક્શનમાં આપો. આનાથી જો કોઇ યુઝર આ લીંક પર ક્લીક કરીને સામાન ખરીદે છે તો કંપની તેના બદલામાં કેટલોક હિસ્સો રાખશે.
Comments
Post a Comment