ગરીબ પરિવારમાં ઉછરી ઉત્તરોતર સફળતા હાંંસલ કરતો સલમાન અલી : Salman Ali Indian Idol Winner
ઇન્ડિયન આઇડલ-૧૦માં વિજેતા બની કુશળતા સાબિત કરી...

ભારતમાં ખુબ જ લોકપ્રિય શો ઇન્ડિયન આઇડલ-૦માં વિજેતા બનીને આ વખતે સલમાન અલીએ તમામનુ ધ્યાન ખેચ્યુ છે. હવે તેની લોકપ્રિયતા અતિ ઝડપથી વધી રહી છે. એક ગરીબ પરિવારમાંથી આવતા સલમાન અલીની લાઇફ હવે એકાએક બદલાઇ ગઇ છે. આ વખતે તેની સામે અનેક ખુબ જ કુશળત ગાયક હતા. જેમાં અંકુશ ભારદ્ધાજનો સમાવેશ થાય છે. તેને જોરદાર ટક્કર અંકુશે આપી હતી. જો કે આખરે સલમાન અલીએ સુરીલા અવાજના દમ પર જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે તેની લોકપ્રિયતા આગામી દિવસોમાં અનેક ગણી વધી શકે છે. ટેલેન્ટ હન્ટ શોમાં તે છવાયેલો રહ્યો હતો. તેને વિજેતા બનવા બદલ ૨૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઇનામ ૨૫ લાખ રોકૃ તરીકે હતુ. જોરદાર સ્પર્ધા ૨૫ સપ્તાહ સુધી ચાલી હતી. આખરે સોનીના ઇન્ડિયન આઇડોલ તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી. હરિયાણાના મેવાત વિસ્તારમાંથી એક ગરીબ પરિવાર સાથે સલમાન અલી જોડાયેલો છે. જો કે હવે તેની લાઇફસ્ટાઇલ વધી ગઇ છે. તેની સાથે ફાઇનાલિસ્ટમાં નિતિન કુમાર, અંકુશ ભારદ્ધાજ, નિલંજના રાય અને વિભોર પરાશરની ટક્કર હતી. તેને જીતવા માટેની અપેક્ષા હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા અલીએ કહ્યુ છે કે સ્પર્ધામાં ભાગ લઇ રહેલા તમામની પાસે જીતવા માટેની ક્ષમતા હતી. જો કે જીતવા માટેનો તેનો ઇરાદો હતો. ચાહકો તરફી તેને એટલો પ્રેમ મળશે તેની તેને અપેક્ષા ન હતી. ૨૦ વર્ષીય સલમાન અલીને આ શો દરમિયાન અનેક ટોપ સેલિબ્રિટીને મળવાની તક મળી હતી. જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે બે ખાનને મળ્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થયુ હતુ. આ લોકોએ તેના પરફોર્મને પસંદ કર્યુ હતુ. સલમાન અલીએ કહ્યુ છે કે તેને ઇનામી રકમ તરીકે જે ૨૫ લાખ રૂપિયાની રકમ મળી છે તે જોતા સલમાન અલીએકહ્યુ હતુ કે તે પોતાની સિંગિગ કેરિયરને આગળ લઇ જવા માટે આનો ઉપયોગ કરનાર છે. એક ગાયક તરીકે બોલિવુડમાં કામ કરવા માટે ઉત્સુક છે. શોના જજ પૈકી એક વિશાળ દદલાનીએ તેને મળવાની વાત કરી છે. ટુંક સમયમાં જ સલમાન અલીના કોઇ નવા પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવનાર છે. તેનુ કહેવુ છે કે એક ગાયક તરીકે ઉભરી આવવામાં તેની મદદ શોના અન્ય જજ તરીકે રહેલા નેહા અને વિશાળે કરી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે ઇન્ડિયન આઇડોલની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી લોકપ્રિયતા શોની રહી છે. આની શરૂઆત વર્ષ ૨૦૦૪-૦૫માં કરવામાં આવી હતી. પ્રથમ શોમાં અભિજીત સાવંતે વિજેતા મળવામાં સફળતા હાંસલ કરી હતી. આ જીત બાદ અભિજીત રાતો રાત સુપરસ્ટાર બની ગયો હતો. તે એક ગાયક તરીકે પોતાની કેરિયર શરૂ કરવામાં સફળ રહ્યો હતો. તે વર્ષ ૨૦૦૫માં પોતાના આલ્બમ આપકા અભિજીત ઔર સાલ ૨૦૦૭માં લઇને આવ્યા હતા. ત્યારબાદ અભિજીત પોતાની પત્નિ ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં નજરે પડ્યો હતો. સલમાન અલીની વધતી જતી લોકપ્રિયતાને લઇને તેને નાણાંકીય રીતે ફાયદો થઇ શકે છે.
દેશના લોકોની વોટિંગ પણ ફાઇનલ વેળા જોવામાં આવી હતી. ફાઇનલમાં શાહરૂખ ખાન અને અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફનો સમાવેશ થાય છે. બીજી વખત સંદીપ આચાર્ય વિજેતા બન્યો હતો. ટ્રોફી જીત્યા બાદ સોની બિગ સાથે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. બિમારીના કારણે જો કે તેનુ વર્ષ ૨૦૩માં અવસાન થયુ હતુ. ઇન્ડિયન આઇડોલ શો નવા ઉભરતા કલાકારો માટે એક યોગ્ય મંચ તરીકે છે. જેમાં દેશના લોકો જજ કરે છે. સાથે સાથે મંચ પર ખાસ નિષ્ણાંતોને જજ તરીકે બોલાવવામાં આવે છે. સોનાલી બેન્દ્રે, જાવેદ અક્તર, અનુ મલિક, અલીશા ચિનોય, ઉદિ્ત નારાયણ પણ જજ તરીકે રહી ચુક્યા છે. સલમાન અલી વિજેતા બન્યા બાદ બોલિવુડમાં ગાયક તરીકે એન્ટ્રી કરી સફળતા હાંસલ કરી શકે છે.
Comments
Post a Comment