મુંબઇમાં ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતાં અનેક ઘવાયા, પિયુષ ગોયલે તપાસના આદેશ આપ્યા - Mumbai OverBridge

મુંબઇમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું સાથે જ લોકલ ટ્રેનોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન વહેલી સવારે ૭.૩૦ વાગ્યે અંધેરી ઇસ્ટને અંધેરી વેસ્ટ સાથે જોડતું ફૂટ ઓવરબ્રિજ રેલવે ટ્રેક પર જ તૂટી પડ્યો હતો. કાટમાળને હટાવવા માટે મુંબઇ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો પહોંચી ગઇ હતી. આ ઉપરાંત એનડીઆરએફની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં છ લોકો ઘવાયા હોવાના અહેવાલ મળ્યા હતા જ્યારે કાટમાળમાંથી એનડીઆરએફની ટીમે બે લોકોને બચાવ્યા હતા. ભારે વરસાદને પગલે રેલવે ટ્રેકો પર પાણી ભરાયા હતા જેના કારણે ટ્રેક દેખાતા નહોતા. પૂલ તૂટી પડવાને કારણે લોકલ અને ઝડપી ટ્રેનોના સંચાલનને માઠી અસર પડી હતી. બ્રિજની આસપાસના રેલવે ટ્રાફિકના સંચાલનને રોકી દેવાયો હતો. જો કે, બપોર બાદ ટ્રેનોનું સંચાલન યોગ્ય રીતે ચાલુ થઇ જવાના દાવા કરાયા હતા. દરમિયાન મુંબઇ પોલીસે ટિ્વટ કર્યું હતું કે, અંધેરી ઇસ્ટને અંધેરી વેસ્ટ સાથે જોડતો ગોખલે બ્રિજનો એક ભાદ તૂટ પડ્યો છે જેના કારણે ઓવરહેડ વાયરોને નુકસાન થયું છે. વેસ્ટર્ન લાઇનની ટ્રેનોને ભારે અસર થઇ છે. બીએમસી, ફાયરબ્રિગેડ અને આરપીએફની ટીમો મદદ માટે પહોંચી ગઇ હતી. બ્રિજની બંને બાજુનો ટ્રાફિક હાલપુરતો રોકી દેવામાં આવ્યો છે. દરમિયાન રેલવે પ્રધાન પિયુષ ગોયલે બ્રિજ તૂટવાની ઘટનામાં તપાસના આદેશ આપી દીધા છે. તેમણે સત્તાવાળાઓને બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા અને ટ્રાફિકને વહેલી તકે સંચાલિત કરવાના આદેશ આપ્યા હતા. તેમણે પોતાના ટિ્વટમાં લખ્યું હતું કે, અંધેરી સ્ટેશન નજીકનો બ્રિજ અચાનક તૂટી પડતા રેલવે વ્યવહારને અસર પહોંચી છે. અધિકારીઓને કામમાં ઝડપ વધારવા અને વહેલી તકે ટ્રાફિકનું ફરી સંચાલન કરવા જણાવાયું છે. રેલવેની સુરક્ષામાં કમિશનર દ્વારા તપાસના આદેશ પણ આપ્યા છે. લોકલ ટ્રેનોને અસર થતા તે ફક્ત ચર્ચગેટથી બાંદ્રા સુધી ચાલી રહી હતી જ્યારે બોરિવલી સુધી અમુક ટ્રેનો ચાલતી હતી. પશ્ચિમ લાઇન પર કોઇ લોકલ ટ્રેન ચાલી રહી નહોતી.
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર : ‘મુંબઇમાં કોર્પોરેશન તંત્ર નિષ્ફળ ગયું’
મુંબઇના અંધેરીમાં રેલવે ફૂટઓવરબ્રિજ તૂટી પડ્યાની ઘટના બાદ વિપક્ષોએ કેન્દ્ર સરકાર અને મુંબઇના મ્યુનિસિપલ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંધેરીમાં થયેલી ઘટના અંગે રેલવે તંત્ર અને વરસાદને પગલે મુંબઇનું જનજીવન ખોરવાતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. રાહુલ ગાંંધીએ આ અંગે એક ટિ્વટ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જેમાં લખ્યું હતું કે, મુંબઇની શેરીઓ પૂરમય બની છે, નાગરિકો ફસાઇ રહ્યા છે અને બ્રિજ તૂટવાની ઘટનાઓ બની રહી છે. શહેરનું કોર્પોરેશન તંત્ર નિષ્ફળ ગયું છે, મારી લાગણીઓ મુંબઇના નાગરિકો સાથે છે. દરમિયાન અધવચ્ચે અટવાઇ પડેલી ટ્રેનોમાં મુસાફરો અને કર્મચારીઓને પશ્ચિમ રેલવે દ્વારા ફૂડ પેકેટની વહેંચણી કરી હતી આ ઉપરાંત વિવિધ સ્ટેશનો પર ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંધેરી બ્રિજ તૂટી પડતાં મેયરે કહ્યું, BMC જવાબદાર નથી, રેલવેને ખો આપી
સવારે અંધેરી સ્ટેશન પર ગોખલે ઓવરબ્રિજનો હિસ્સો તૂટી પડ્યો એ માટે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે રેલવે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. મહાડેશ્વરે કહ્યું છે કે પૂલની દેખભાળ કરવાની જવાબદારી રેલવેની હતી. મહાડેશ્વરના આરોપને પગલે હવે રેલવે તંત્ર અને મહાનગરપાલિકા વચ્ચે આરોપબાજી થવાનો સંભવ છે. મેયરે કહ્યું કે આ પૂલ મહાપાલિકાએ બાંધ્યો હોય તોય એની દેખભાળ કરવાની જવાબદારી રેલવેની બને છે, કારણ કે પૂલની દેખભાળ કરવાનો ખર્ચ મહાપાલિકા તરફથી રેલવેને આપવામાં આવે છે. દરમિયાન, એક સ્વતંત્ર પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ પૂલની ખરાબ હાલત વિશે પશ્ચિમ રેલવે અને મહાનગરપાલિકાનું ૨૦૧૭ના સપ્ટેંબરમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધર્મેશ ઠક્કર નામના સ્વતંત્ર મિડિયા પ્રોફેશનલે ટ્વીટમાં કહ્યું છે કે પૂલની બિસ્માર હાલત વિશે ૨૦૧૭ના સપ્ટેંબરમાં ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. આવી બેદરકારી દાખવીને રેલવે પ્રવાસીઓ તથા વાહનચાલકોના જાન જોખમમાં મૂકવા બદલ મહાપાલિકા અને રેલવેના કસુરવાર એન્જિનીયરો સામે પગલાં લે.
દુર્ધટનાથી બચવા મુંબઇની લોકલ ટ્રેનના ડ્રાઇવરે
ઇમરજન્સી બ્રેક લગાવી ઘણાના જીવ બચાવ્યા
ઇમરજન્સી બ્રેક લગાવી ઘણાના જીવ બચાવ્યા
મુંબઇમાં ભારે વરસાદને પગલે અંધેરી રેલવે ફૂૂટ ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો જેમાં અનેક લોકો ઘવાયા હતા. જોકે, આ ઘટના બાદ મોટી દુર્ઘટના થતા બચી ગઇ જ્યારે મુંબઇના લોકલ ટ્રેનના ડ્રાઇવરે ઘટનાસ્થળથી કેટલાક મીટર દૂર જ ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવી હતી. મીરા રોડ પર રહેતા ચંદ્રશેખર સાવંતે અચાનક બ્રેક મારતા હજારો લોકો બચી ગયા હતા. તેણે કહ્યું કે, જ્યારે મેં જોયું કે બ્રિજ તૂટી પડ્યું છે ત્યારે મારી પ્રથમ પ્રતિક્રિયા ઇમરજન્સી બ્રેક લગાવવાની હતી જેથી દુર્ઘટનાસ્થળ સાથે અકસ્માત ના થાય. ૪૭ વર્ષનો સાવંત ૧૯૯૭થી ભારતીય રેલવે સાથે જોડાયેલો છે. તેણે કહ્યું કે, ઘટનાથી હું ભયભીત નથી પરંતુ જે મારી ફરજ હતી જે પુરી કરી છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે જ અંધેરી પરનો ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં તૂટી પડેલી
ઇમારતોએ ૬૦ લોકોનો ભોગ લીધો
ઇમારતોએ ૬૦ લોકોનો ભોગ લીધો
મુંબઇના અંધેરીમાં રેલવે ઓવરબ્રિજ તૂટી પડતા કેટલાક લોકો ઘવાયા હતા જે બ્રિજ અંધેરી વેસ્ટને અંધેરી ઇસ્ટ સાથે જોડતો હતો. રેલવે ટ્રેક પર બ્રિજ પડવાથી રેલવેનું સંચાલન પણ ખોરવાયું હતું. છેલ્લા બે વર્ષમાં આવી નવ દુર્ઘટનાઓ થઇ છે જેના પરિણામે ૬૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેના કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આનું સૌથી મોટું કારણ ઇમારતો ગેરકાયદે હોવા છતાં અધિકારીઓની બેજવાબદારી અને નબળું બાંધકામ. આ ઉપરાંત આવી ઇમારતો કે જેમાં રહી શકાય નહીં. અહીં મુંબઇની કેટલીક ઘટનાઓની વિગતો છે.
૨૦૧૮ વડાલા દીવાલ ધરાશાયી : ચાલુ વર્ષે જુનમાં મુંબઇના વડાલામાં આવેલા એન્ટોપ હિલની ૪૦ ફૂટની દિવાલ ધરાશાયી થઇ હતી. લોયડ એસ્ટેટના રહીશોએ આ માટે મુંબઇ કોર્પોરેશનની બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. ઘટનામાં કોઇ જાનહાનિ નહોતી થઇ પણ ઘણી કારો નાશ પામી હતી અને રહીશોને બચાવી લેવાયા હતા. રહીશો અનુસાર કોર્પોરેશનને આસપાસના બાંધકામ વિશે જણાવ્યું હતું પણ અરજીઓ પર ધ્યાન ન અપાયું. કોર્ટ કમિશનરે બાજુમાં બાંધકામને જ્યારે દોસ્તી રિયલ્ટીએ વરસાદને જવાબદાર ગણાવ્યું.
૨૦૧૭ ઘાટકોપર ઇમારત ધરાશાયી : જુલાઇ ૨૦૧૭માં સેન્ટ્રલ મુંબઇના પરાં ઘાટકોપરમાં વરસાદ દરમિયાન ચાર માળની ઇમારત ધરાશાયી થતા ૧૨ લોકોના મોત થયા હતા. ઘટના બાદ શિવસેનાના નેતાની ધરપકડ કરાઇ હતી.
જોગેશ્વરી બેકરીની છત ધરાશાયી : ગયા વર્ષે જુલાઇમાં ૩૦ વર્ષ જુની બેકરીની છત તૂટી પડતાં ત્રણ કામદારોના મોત થયા હતા.
ધારાવી ઇમારત ધરાશાયી : મુંબઇના ધારાવીમાં ત્રણ માળની ઇમારત તૂટી પડતાં તેમાં રહેતા ૧૧ લોકો ઘવાયા હતા. કોઇનું મોત નહોતું થયું. અધિકારીઓએ કહ્યું હતું કે, ઇમારત રહેવાલાયક નહોતી.
ભિંડી બજારની ઇમારત ધરાશાયી : ગયા વર્ષે ઓગસ્ટમાં ભિંડી બજારમાં આવેલી એક ઇમારત ધરાશાયી થતા તેમાં રહેતા ૨૪ લોકોના મોત થયા હતા. બીએમસી દ્વારા જોખમકારક ગણાવાયેલી ૭૯૧ ઇમારતોમાંથી એક આ ઇમારત હતી.
ભિવંડી ઇમારત ધરાશાયી : ગયા વર્ષે નવેમ્બરમાં થાણેના ભિવંડી વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા ચાર લોકોના મોત થયા હતા. આ ઇમારત ગેરકાયદે બની હતી.
૨૦૧૬ માનખુર્દ ઇમારત ધરાશાયી : એક સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ મુંબઇના માનખુર્દમાં આવેલી ઇમારત ધરાશાયી થતા ૧૨ લોકોના મોત થયા હતા.
બાંદ્રા ઇમારત ધરાશાયી : ઓક્ટોબર ૨૦૧૬માં મુંબઇના બાંદ્રા ઇસ્ટમાં આવેલી પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં છ બાળકોના મોત થયા હતા.
ભિવંડી ઇમારત ધરાશાયી : જુલાઇ ૨૦૧૬માં ભિવંડીમાં એક ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઇમારતને જોખમી ગણાવાઇ હતી.

#TodaysFactSamachar #TodaysFact #Magazine #Mumbai #OverBridge #AndroidApp
Comments
Post a Comment