ભારતના સૌથી ઊંચા મિનારા




આપણે કાયમ મસ્જિદો પર એક મિનારો જોઈએ છે જેને ક્યાંય પણ દૂરથી જોઈ શકાય છે. વિશ્વના જૂના દેશોમાંથી એક ભારત ઘણા ઊંચા અને જૂના મિનારોનું ઘર છે, જે વિભિન્ન યુગો અને વિભિન્ન રાજવંશોથી સંબંધિત છે.

આજે ભારતમાં ઘણા સુંદર મિનારા મોજૂદ છે. જે પોતાના સમયની કહાનીને બ્યાન કરતાં મજબૂતાઈથી ઊભેલા છે. ભારતમાં ઘણા ઊંચા મિનારા છે જે દેશી જ નહીં બલ્કે વિદેશી પર્યટકોનું પણ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.


કુતુબમિનાર :વાત ભારતના ઊંચા મિનારાની થઈ રહી હોય અને કુતુબમિનારનું નામ ના આવે એ તો શક્ય જ નથી. ભારતના સૌથી જૂના મિનારાઓમાંથી એક કુતુબમિનાર ઐતિહાસિક રૂપે પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ દિલ્હીના સુપ્રસિદ્ધ સ્થળોમાંથી એક છે. આનું નિર્માણ ૧રમી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું જે હવે વિશ્વ ધરોહર સ્થળમાં સામેલ થઈ ચૂકેલ છે. અફઘાનિસ્તાનની જામ મિનારથી પ્રેરિત થઈને બનાવેલ કુતુબમિનાર ર૪૦ ફૂટની ઊંચાઈની એક સિડી ઘર ઈમારત છે. જેમાં લગભગ ૩૭૯ સિડીઓ છે. વીતેલા ઘણા વર્ષોથી ઊભેલો મિનાર આજે પણ પોતાના તે રૂપ અને સુંદરતાને બરકરાર રાખી છે. જેને જોવા હજારોની સંખ્યામાં પર્યટક આવે છે.


ઝૂલતો મિનારો : ઝૂલતો મિનારો બે હલતાં મિનારાનો એક જોડ છે. આમાંથી એક સિદી બશીર મસ્જિદના વિપરીત સારંગપુર દરવાજામાં સ્થિત છે અને બીજો રાજ બીબી મસ્જિદના વિપરીત અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર સ્થિત છે. આ જોડીવાળા મિનારાઓની ખાસ વાત એ છે કે જ્યારે એક મિનાર હલે છે તો થોડીવાર પછી બીજો મિનારો પણ હલે છે. સિદી બશીર મસ્જિદનો મિનારો ત્રણ માળનો છે. જેમાં બાલ્કનીમાં ઘણી નક્શી બનેલી છે અને એ પથ્થરની નક્શીથી ડિઝાઈન કરવામાં આવી છે. કહેવાય છે કે, આને સિદી બશીર દ્વારા બનાવવામાં આવ્યો હતો જે સુલતાન અહમદશાહના નોકર હતા.
આના હલવાનું કારણ આજ સુધી જાણવા મળ્યું નથી અને એની પાછળની બનાવટનું કોઈ ઘેરું રહસ્ય છુપાયેલું છે. બ્રિટિશોએ આનો થોડોક ભાગ નાશ કરી દીધો હતો જે આજ સુધી બનાવી શકાયો નથી. આ મિનારાઓ પર પર્યટકોને ચઢવાની મનાઈ છે.


ચાર મિનાર : વિશ્વમાં સૌથી લોકપ્રિય મિનારાઓમાંથી એક ચાર મિનાર તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદના મધ્યમાં સ્થિત છે. આ ભવ્ય ઈમારત પ્રાચીન કાળની ઉત્કૃષ્ટ વાસ્તુશિલ્પનો ઉત્તમ નમૂનો છે. આ ટાવરમાં ચાર ચમક-દમકવાળા મિનારા છે. જે ચાર કમાનથી જોડાયેલ છે. કમાન મિનારાને સહારો પણ આપે છે. જ્યારે કુલી કુતુબ શાહીએ ગોલકુંડાના સ્થાન પર હૈદરાબાદ નવી રાજધાની બનાવી ત્યારે ચાર મિનારાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

વર્તમાનમાં ચાર મિનાર ના તો પોતાની ભવ્ય ઉપસ્થિતિ માટે જાણીતો છે પરંતુ જૂના સમયનું ગૌરવ પણ છે, અને મોટી સંખ્યામાં પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે.


ફતેહ બુર્જઃ પંજાબની ચાપર ચિટીના પ્રાચીન ગામમાં સ્થિત વિજય ટાવરરૂપે લોકપ્રિય ફતેહ બુર્જ એક નવનિર્મિત મિનાર છે. આ બુર્જનું નિર્માણ શીખો દ્વારા મોગલ સામ્રાજ્યના પતન બાદ કરાવવામાં આવ્યું હતું. ફતેહ બુર્જ ભારતમાં સૌથી ઊંચા મિનારાઓમાંથી એક છે. જેની ઊંચાઈ લગભગ ૩ર૮ ફૂટ છે. રાતના સમયે રોહણીમાં નહાતો આ બુર્જ ઘણો જ સુંદર પ્રતીત થાય છે.


ચાંદ મિનારઃ મહારાષ્ટ્ર શહેર દૌલતાબાદમાં સ્થિત ચાંદ મિનાર એક વિજયી બુર્જ રૂપે ઊભો છે. જેનું નિર્માણ ૧૪૪પમાં અલાઉદ્દીન બહમનીએ કરાવ્યું હતું. આ મિનારની ઊંચાઈ લગભગ ર૧૦ ફૂટ છે જે ભારતના ઊંચા મિનારાઓમાંથી એક છે.

આ મૂળરૂપે ફારસી ટાઈલ્સથી સુસજ્જિત છે. ઘણા હુમલા બાદ પણ આજે પણ આ ઈમારત જેમની તેમ અડીખમ છે.






Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે