૧૯૬૬થી લઇને ૨૦૧૭ સુધીની ભારતીય સુંદરીઓની મિસ વર્લ્ડની સફર...

મિસ વર્લ્ડના ઇતિહાસમાં ભારત માટે ૧૮ મી નવેમ્બર, ૨૦૧૭ ની તારીખ ને યાદ રાખવામાં આવશે. કેમ કે આ દિવસે ભારતને વધુ એક વિશ્વસુંદરીનો ખિતાબ મળ્યો. ભારતની માનુષિ ચિલ્લર મિસ વર્લ્ડ ખિતાબ જીતીને દેશને ૧૭ વર્ષ બાદ મિસ વર્લ્ડ નો તાજ અપાવ્યો.
રીતા ફારિયા - ૧૯૬૬
ગોવાની રીતા ફારિયા પ્રથમ ભારતીય અને એશિયાઇ મૂળની મહિલા છે જેણે ૧૯૬૬ માં મિસ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો. એક વર્ષ સુધી મોડલીંગ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ધાક જમાવ્યા બાદ ડોક્ટર નું ભણી રહેલી રીતા મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં પહોંચી.
એ સવાલ કે જેણે અપાવ્યો ભારતને પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ...
પર્સનાલીટી રાઉન્ડમાં રીતા ને પૂછવામાં આવ્યું કે તેણી ડોક્ટર કેમ બનવા માંગે છે ?
જવાબમાં તેણીએ કહ્યું કે, ઇન્ડિયામાં સ્ત્રી વિશેષજ્ઞોની ખૂબ જ જરૂરત છે, ત્યાં આવેલી બધી જ છોકરીઓનું બેકગ્રાઉન્ડ મોડલીંગ હતું પરંતુ એમાં અપવાદ રૂપ ફક્ત રીતા એકલી જ હતી કે જે મેડીકલ સ્ટુડન્ટ હતી.
ઐશ્વર્યા રાય - ૧૯૯૪
દુનિયાની ખૂબસૂરત મહિલાઓમાંથી એક ઐશ્વર્યા રાય સાલ ૧૯૯૪ માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. જેમાં તે ફર્સ્ટ રનરઅપ હતી. આ સ્પર્ધામાં ઐશ્વર્યા રાયને મિસ ફોટોજેનિક ટાઇટલ પણ મળ્યું હતું.
માનવામાં આવે છે કે ઐશ્વર્યા કુર્ગી મૂળની છે જે શાયદ અફઘાનિસ્તાન મધ્ય એશિયા અથવા કિર્ગિસ્તાનના શાક વંશજો છે.
૨૦૦૫ માં ઐશ્વર્યા ની ખૂબસૂરતીથી પ્રેરાઇને માર્ટેલ એ તેણી પર એક પૂરી સીરીઝ બાર્બીડોલ ની કાઢી હતી. ૨૦૦૫ માં જ ઐશ્વર્યા રાય ના નામ પરથી એક ટ્યુલિપ ૦૦ ફૂલ નું નામ રાખવામાં આવ્યું હતું.
એ સવાલ કે જેણે ઐશ્વર્યાને બનાવી - મિસ વર્લ્ડ :
પ્રશ્ન હતો - એક મિસ વર્લ્ડમાં શું ક્વોલિટી હોવી જોઇએ ?
ઐશ્વર્યાએ તુરંત જ જવાબ આપ્યો - “આજ સુધી જેટલી પણ મિસ વર્લ્ડ બની છે તેમનું ઉદાહરણ જ આ પ્રશ્નના જવાબ માટે પૂરતું છે. આજ પહેલાં જે મિસ વર્લ્ડ બની ચૂકી છે તેની અંદર એ લોકો માટે દયા અને સન્માન હતું કે જેઓ સમાજથી બિછડેલાં છે. આપણી પાસે એવા લોકો છે કે જેઓ એ બાધાઓથી આગળ જોઇ શકે છે કે જે અન્ય લોકો એ બનાવી છે. રાષ્ટ્રીયતા અને રંગભેદ થી હટીને આપણે જોવું પડશે, અને એ જ સાચી મિસ વર્લ્ડ બનાવશે... એક સાચી વ્યક્તિ, એક અસલી વ્યક્તિ !”
ડાયેના હેડન - ૧૯૯૭
ડાયેના હેડન એ ત્રીજી વ્યક્તિ હતી જેણે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં કરતાં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. તેઓ અત્યાર સુધીની સહુથી ધનવાન મિસ વર્લ્ડ માનવામાં આવે છે, તેણીને સહુથી વધારે ધનરાશી મળી. ડાયેનાએ આ કોમ્પિટીશનમાં હેટ્રીક ટાઇટલ (મિસ ફોટોજેનિક, મિસ બીચ વેર / સ્વીમીંગ શૂટ અને મિસ વર્લ્ડ) જીત્યો હતો. સેમિફાઇનલ રાઉન્ડમાં ડાયના હેડને આયરિશ કવિ વિલિયમ બટલરની પંક્તિઓ સંભળાવતા કહ્યું હતું કે સપનાઓ જવાબદારીઓની સાથે આવે છે, જો આજ મારૂં સપનું પૂરું થાય છે તો એ મારી જવાબદારી હશે કે હું બીજા લોકોનાં સ્વપ્નો પૂરા કરવામાં એમને સાથ આપું...
યુક્તા મુખી - ૧૯૯૯
૧૯૯૯ માં ફરી એકવાર મિસ વર્લ્ડ નો તાજ ઇન્ડિયામાં આવ્યો. આ વખતે યુક્તા મુખી મિસ વર્લ્ડ બની. ૪ ડિસેમ્બર, ૧૯૯૯ એ લંડનમાં યુક્તા એ ૪૯ મો મિસ વર્લ્ડ કોમ્પિટીશન જીતી હતી. તેણીએ ૯૩ દેશોના હરીફો ને હરાવીને આ તાજ પોતાના નામે કર્યો હતો. યુક્તા મુખી કેટલાંક સમય પહેલાં પોતાના પતિ પર ઘરેલું હિંસા નો આરોપ લગાવીને ચર્ચામાં હતી.
આ સવાલથી યુક્તા મુખી બની મિસ વર્લ્ડ :
સવાલ : આપની બેસ્ટ મેમરી કઇ છે ?
જવાબ : મને એક બોલરૂમ ડિનરમાં લગભગ ૮૦૦ લોકોએ સ્ટેન્ડીંગ જાહેર સન્માન કર્યું હતું. હું આટલા પ્રેમની આભારી છું મને ખબર જ ના પડી કે લોકો કેમ ઊભા રહીને તાળીઓ વગાડી રહ્યાં છે. પરંતુ પછી મને ખબર પડી કે તેઓ બધાં મારૂં સ્ટેન્ડીંગ જાહેર સન્માન કરી રહ્યાં છે.
પ્રિયંકા ચોપડા - ૨૦૦૦
આજે પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ સેલીબ્રીટી બની ચૂકી છે. મિસ વર્લ્ડથી લઇને હોલીવુડ સેશન બનવા માટે પ્રિયંકાએ ખૂબ જ મહેનત કરી છે. વર્ષ ૨૦૦૦ માં તેણીએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને પાંચમો મિસ વર્લ્ડ ખિતાબ જીતી લીધો. મિસ વર્લ્ડ - ૨૦૦૦, પ્રિયંકા ચોપડા અમેરિકામાં એક માત્ર ભારતીય છે જેને રાષ્ટ્રીય ઓપસ ઓરોર કોઇર માટે રાજ્ય લેવલે પસંદગી થઇ. ભારત અને અમેરિકામાં એમનાં વ્યાપક દાન અને સાક્ષરતા અભિયાન માં ઝ્રછહ્લ અને ઝ્રૈંૈં માં શામેલ થયાં છે. તેમના રાજદૂત છે.
એ સવાલ કે જેણે પ્રિયંકા ચોપડાને મિસ વર્લ્ડથી હોલિવુડ સુધી પહોંચાડ્યા.
મિસ વર્લ્ડ ક્રાઉન ની કોમ્પિટીશનમાં ટોપ-૫ માં આવ્યા પછી ફાઇનલ સવાલ - જવાબ રાઉન્ડ માં પૂછવામાં આવેલ સવાલ : તેણી કઇ જીવિત મહિલાને દુનિયાની સહુથી સફળ મહિલા માને છે ? જવાબ માં પ્રિયંકાએ મધર ટેરેસાનું નામ લીધું, અને તેમનાં વખાણ કર્યાં. આનાથી ખુશ થઇને જ્યુરીએ તેણીને વિજેતા જાહેર કરી અને મિસ વર્લ્ડ ક્રાઉન થી સન્માનવામાં આવી.
માનુષી ચિલ્લર - ૨૦૧૭
હરિયાણાની માનુષી ચિલ્લરે આ ખિતાબ જીતીને છઠ્ઠી વખત ભારતનું નામ રોશન કર્યું છે. નવી મિસ ઇન્ડિયા માનુષી અને પ્રથમ બનેલી રીતા ફારિયા માં એક સામાન્ય બાબત એ રહી કે બંને મિસ વર્લ્ડ કોમ્પિટીશન દરમ્યાન મેડીકલ સ્ટુડન્ટ હતી.
મિસ વર્લ્ડનો સવાલ : દુનિયામાં કયા પ્રોફેશનલ (ધંંધા) માં સહુથી વધુ સેલેરી મળવી જોઇએ ?
જવાબમાં તેણીએ કહ્યું કે દુનિયામાં સૌથી વધારે ઇજ્જત “માં” ને મળવી જોઇએ, જ્યાં સુધી રૂપિયાનો સવાલ છે, તેનો મતલબ રૂપિયા થી નહીં પણ પ્યાર અને સન્માન થી છે.
એક્સ્ટ્રા ફેક્ટ :
મિસ વર્લ્ડ કોમ્પિટીશન ની શરૂઆત ૧૯૫૧ માં એરિક મોલે એ કરી હતી. આ કોમ્પિટીશન ને બિકીની ફેસ્ટિવલ કોન્ટેસ્ટ નાં આધારે શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે મિડિયા માં મિસ વર્લ્ડ કોમ્પિટીશન કહેવાઇ.
વર્ષ ૧૯૯૪ માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ અને ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની હતી.
વર્ષ ૨૦૦૦ માં ઇન્ડિયાનું પ્રતિનિધ્વ કરતાં લારા દત્તા મિસ યુનિવર્સ, પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ અને દિયા મિર્ઝા એ મિસ એશિયાનો ખિતાબ પોતાના નામે કર્યો.
અત્યાર સુધી વેનેઝુએલાને સૌથી વધુ ૬ વાર મિસ વર્લ્ડ આપવાવાળો દેશ માનવામાં આવતો હતો. પરંતુ માનુષી ચિલ્લર નાં મિસ વર્લ્ડ બનતાં જ ઇન્ડિયા અને વેનેઝુએલા ની રેન્કિંગ એક સરખી થઇ ગઇ. બંને દેશો એ ૬ મિસ વર્લ્ડ આપી છે.
Comments
Post a Comment