ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો કેવી રીતે ???




ખજૂર એક પ્રકારનું ફળ છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ, એમીનો એસિડ, વિટામિન્સ, ફોસ્ફરસ વગેરે રહેલાં છે. આનું સેવન કરવામાં આવે તો ત્વચા અને વાળથી જોડાયેલી ઘણીબધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રૂકટોઝ ભરપૂર હોય છે. જે ડાયાબિટીસ માં ઘણું જ લાભદાયી છે. ખજૂર ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થાય છે, હાર્ટ પ્રોબ્લેમ પણ ઓછો થાય છે.

આવો જાણીએ આનાં વધારે લાભ :

(૧) ખજૂરનું સેવન કરવાથી ખૂનની કમીની સમસ્યા દૂર થાય છે, કેમકે તેમાં આયર્ન રહેલું છે.


(૨) તે વિટામિન્સથી ભરપૂર છે, જે વાળને સ્ટ્રોન્ગ બનાવે છે, નિયમિત સેવનથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે.

(૩) ગ્લુકોઝ, સુફોઝ, ફ્રૂકટોઝથી ભરપૂર ખજૂર ખાવાથી શરીરને ઘણી જ એનર્જી મળે છે. દરરોજ ૨-૩ ખજૂર ખાવાથી ફાયદો થાય છે.


(૪) જેમનું વજન ઓછું હોય તેઓ માટે ગુણકારી છે. ભરપૂર માત્રામાં શુગર, પ્રોટીન, વિટામીન રહેલ છે.


(૫) ખજૂરનાં સેવનથી હાડકાં મજબૂત બને છે. કેમકે તેની અંદર કેલ્શિયમ, મૈંગેનીઝ અને કોપર સારા એવા પ્રમાણમાં રહેલ છે.


(૬) કબજીયાતમાં રાહત મેળવવા માટે તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેની અંદર ફાઇબર ભરપૂર રહેલું છે. જે ડાઇજેસ્ટીવ સિસ્ટમ એટલે કે પાચનતંત્રની ક્રિયા ઝડપી બનાવે છે. રોજ ૩ ખજૂર પાણીમાં પલાળીને રાખો. રોજ સવારે વહેલાં ખાવ. ઘણો લાભ થશે.


(૭) સ્કીન માટે ખજૂર ઘણી જ લાભકારક છે, ત્વચા ખિલે છે.


Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે