આવી રીતે ઘરમાં સરળતાથી બનાવો પનીર મસાલા સેન્ડવીચ

દરરોજ બાળકો માટે સમઝમાં નથી આવતું કે ટીફઈનમાં શું મૂકવું કે જે તેઓ હોંશથી ખાય આપ લંચબોક્ષમાં પનીર મસાલા સેન્ડવીચ આપો. જાણઓ આને બનાવવાની રીત -
રેસીપી ડેસ્ક : આપે કેટલાંય પ્રકારનાં સેન્ડવીચ ખાધી હશે, મોટા જ શું કામ, બાળકો પણ હોંશે હોંશે ખાય છે.
સામગ્રી :
એક કપ છીણેલું પનીર, એક ચમચી આદુ - લસણની પેસ્ટ, અડધી ચમચી જીરૂં, બે કાપેલા લીલા મરચાં, પા ચમચી લાલ મરચું, એક ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, બ્રેડ, બે ચમચી તેલ, શેકવા માટે બટર.
રીત :
સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ લઇને ગરમ કરી, તેમાં જીરૂં નાખી, આદુ - લસણની પેસ્ટ નાંખો. ત્યારબાદ બધા મસાલા ઉમેરી ફ્રાઇ કરી લો. પછી તેમાં પનીર નાંખીને સારી રીતે ફ્રાય કરી લો. હવે એક બ્રેડ લઇને તેની ઉપર આ મિશ્રણ મૂકી તેની પર બીજી બ્રેડ સલાઇસ મૂકીને બંધ કરી લો. ત્યારબાદ સેન્ડવીચ મકેટ માં બટર લગાવીને બ્રડ મૂકીને શેકી લો. આપનું પનીર મસાલા સેન્ડવીચ બનીને તૈયાર છે. એને આપ કોથમીર ની લીલી ચટણી સાથે સર્વ કરો.
Comments
Post a Comment