સાવધાન : એર પોલ્યુશન પુરૂષો માટે ખતરનાક છે, જાણો કેમ...?

હેલ્થ ડેસ્ક : વાયુ પ્રદૂષણ ખાસ કરીને પાર્ટિક્યુલેટ મેટરનું સ્તર પુરૂષોમાં શુક્રાણુની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે. અને તેમના માં વાંઝિયાપણું નોતરી શકે છે.
શુક્રાણુની ગુણવત્તાને ખરાબ કરવા પાછળ પર્યાવરણમાં મોજૂદ રસાયણોના સંપર્કમાં આવનાર સંભાવના માનવામાં આવે છે.
હોંગકોંગની ચાઇનીઝ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૧૪ થી ૪૯ વર્ષ ની આસપાસ ના ૬૫૦૦ પુરૂષોના સ્વાસ્થ્ય પર પીએન ૨.૫ થી ઓછું અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે પડતાં પ્રભાવનું અભ્યાસ કર્યો.
પીએન ૨.૫ ના સંપર્કમાં આવેલ શુક્રાણુના અસામાન્ય આકાર વચ્ચે એક મજબૂત સંબંધ જોવા મળ્યો.
વાયુ પ્રદુષણથી થઇ રેહલી આ બિમારીઓ :
દર વર્ષે ૧૦ થી ૩૦ હજાર લોકો વાયુપ્રદુષણને કારણે માર્યા જાય છે. આવો આપને બતાવીએ કે કેમ ધુમાડાથી અમારી જીંદગીને ખતરો છે.
વાળ ઉતરવા અને બ્રોન્કાઇટીસ :
ધુમાડાને કારણએ આપના વાળ તેજીથી ઉતરે છે. સાથે જ ખાંસી અને બ્રોન્કાઇટીસ જેવી બિમારી પણ થઇ શકે છે.
હૃદયની બિમારી અને ફેફસામાં ઇન્ફેક્શન :
ધુમાડાથી હૃદયરોગ, ત્વચા નો રોગ, બ્લડ કેન્સર અને ફેફસામાં ઇન્ફેક્શન ની સાથે કેન્સર પણ થાય છે.
ઇમ્યુન સિસ્ટમ પર હુમલો : ધુમાડો આપની ઇમ્યૂન સિસ્ટમ ને કમજોર કરી દે છે. મતલબ કે વિભિન્ન રોગો સામે શરીરની લડવાની ક્ષમતા ખતમ થઇ જાય છે.
આંખોની બિમારી :
ધુમાડાને કારણે આપને આંખો માં એલર્જી તથા નાક - કામ - ગળામાં પણ ઇન્ફેક્શન થઇ શકે છે.
શ્વાસની પરેશાની :
ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બીપી વાળા પેશન્ટ ને બ્રેઇનસ્ટ્રોક પણ થઇ શકે છે.
Comments
Post a Comment