ફૈઝ અહમદ ફૈઝ : એક પાકિસ્તાની કવિ, જેમના વગર આધુનિક ભારતીય કવિતાની વાત અધુરી રહી જાય છે...

ફૈઝ અહમદ ફૈઝ એક એવા કવિ હતા જેમણે હંમેશા એ યાદ રાખ્યું કે કવિતામાં સંઘર્ષની સાથે સાથે સૌદર્ય પણ ઘણું જરૂરી છે.
પાકિસ્તાની હોવા છતાંયે આધુનિક ભારતીય કવિતા માં એક ઉજળી પ્રેરક ઉપસ્થિતિ અને પરંપરા માં રહીને ક્રાંતિની સંભાવના નાં શ્રેષ્ઠ ઉદાહરણનાં રૂપમાં માન્ય રહ્યાં છે. નોંધવા જેવું છે કે બે મોટા ગજાનાં કવિઓ કવિ ઇકબાલ અને ફેઝ એવા છે કે જેમના વિના આધુનિક ભારતીય કવિતા અધૂરી જ રહે છે.
ફૈઝની જીંદગીની મોટી મોટી વાતોની ખબર છે. પોતાના રાજકીય ઝૂકાવને કારણે તેમને કેટલાંય વર્ષો વિભિન્ન રાજનૈતિક વ્યવસ્થાઓને આધિન પાકિસ્તાનની જેલમાં ગુજારવા પડ્યા. તેઓ વૈચારિક પણે સામ્યવાદી હતા. તેમને સોવિયેત સંઘમાં આશ્રય મળી રહ્યો હતો અને તેઓ એક્રો - એશિયન સાહિત્ય ના સોવિયેત પોષિત અભિયાન ની એક મોટી અને નિર્ણાયક હસ્તી હતા. તેમની કવિતાઓને પાકિસ્તાનમાં ઘણીવાર ફૌજી નિઝામના પ્રતિરોધનાં રૂપમાં જોવા - ભણતા - ગાતા જોવામાં આવ્યા.
ફૈઝ ધાર્મિક આસ્થા વાળા વ્યક્તિ નહોતા પરંતુ તેઓ અનેક ધાર્મિક અનુષ્ઠાનો ને માનતા હતા. તેમની પારિવારિક્તા, માનવીયતા, વિદ્વતા, વિનોદપ્રિયતા, અધ્યાપન, સંપાદન, સંસ્થાઓ બનાવવી - ચલાવવી જેવી ક્ષમતાઓ, દોસ્તીઓ, ખાવા - પીવાનો શોખ બધું બતાવે છે કે તેમના નાતી અલી મહીદ હાશમી દ્વારા લિખિત તેમની અધિકૃત જીવનશૈલી, “લવ એન્ડ રીવોલ્યુશન : ફૈઝ અહમદ ફૈઝ” ના નામથી પ્રકાશિત થઇ છે. તેમાં તેમની કેટલીયે તસ્વીરો પણ પાબ્લો, નેરૂદા, નરગીસ, સજ્જાદ, જહીર, યાસિર, અરાફાત, સર્વપલ્લી રાધાકૃષ્મન, અટલ બિહારી વાજપેયી વગેરેની સાથે છે.
એ જાણવું દિલચસ્પ છે કે જ્યારે તેમને લાગતું કે તેમની કાવ્યધારા સુકાઇ ગઇ છે અથવા સુકાઇ રહી છે. દરેક વખતે તેમની કવિતાને તેમની જીંદગીની મુશ્કેલીઓને કિનારે કરીને પોતાને જીવંત કરી લીધા. તેઓ સોવિયત સંઘ કેટલીયે વાર ગયા. જ્યાં રશિયાની કેટલીયે ભાષઓમાં અનુવાદ થયાં. તેમને લેનીન શાંતિ પુરસ્કાર થી પણ સન્માનવામાં આવ્યા, કે જે સોવિયત સંઘનો સર્વોચ્ચ પુરસ્કાર હતો. એ દરમ્યાન સોવિયત વ્યવસ્થામાં શું થઇ રહ્યું હતું તેનો કોઇ જ ઉલ્લેખ ફૈઝે નથી કર્યો. ભારતમાં ફૈઝ આવતા રહેતા હતા અને ઉપર છલ્લો જ ઉલ્લેખ છે. તેમાં સંવાદો, કાવ્યપાઠ અને તેનાં પ્રભાવ વગેરે નું વિસ્તાપૂર્વક નું વર્ણન અને વિશ્લેષણ તેમાં નથી.
કમીઓ હોવા છતાં આ એક દિલચસ્પ જીવનકથા છે. એક કવિ અને તેનાં જીવન તથા કવિતાની અદમ્ય સંઘર્ષકથા, તેમણે હંમેશા કવિતામાં સંઘર્ષ ની સાથે સાથે સૌંદર્યને પણ યાદ રાખ્યું.
શબ્દવેધ : શબ્દોના સંસારમાં ૧૭ વર્ષથી કૃતિત્વ કથા...
પોતાના અંગત જીવનને સીધું સાદું અને નિરસ માનવાવાળા શબ્દશાસ્ત્રી અરવિંદ મુપાર ને આપણે “માધુરી” ફિલ્મી માસિક ના સંપાદક અને હિન્દીમાં શબ્દકોશકારના રૂપમાં જોતાં આવ્યાં છીએ. પોતાના બળને સહારે તેમણે ૧૦ લાખથી વધારે અભિવ્યક્તિઓ વાળું હિન્દી - અંગ્રેજી ડેટાબેઝ પ્રકાશિત કર્યું છે, જે કદાચ વિશ્વનો સહુથી મોટો દ્વિ-ભાષી ડેટાબેઝ છે જે એકસાથે શબ્દકોશ, શિસોરસ, લઘુ વિશ્વકોષ અને ભાષા - શોધ નું કામ કરે છે. ૮૫ વર્ષ થી વદારે આયુષ્ય ધરાવતાં અરવિંદજી એ હજુ પણ સ્વપ્નો જોવાનું બંધ નથી કર્યું. તેઓ વિશ્વની બધી જ ભાષાઓની એક શબ્દબેંક બનાવવા માંગે છે, કેમકે તેમના મતે “આપણે સંસારની બધી જ ભાષાઓ સુધી લઇ જનારો સેતુ આપણા ભારતીય દૃષ્ટિકોણ થી બનાવવા પડશે...”
શબ્દો નાં સંસારમાં પોતાના ૭૦ વર્ષની કૃતિત્વ - કથા તેમણે “શબ્દવેધ” નામથી પ્રકાશિત કરી છે. તેમની દિકરીએ પોતાના પિતાનાં રથમાં ચાર પૈડા બતાવ્યાં છે.
સપના, સંકલ્પ, સુઝ - બુઝ અને સાધના તેમના પુસ્તકમાં શબ્દ સંઘર્ષની અનેક સ્મરણીય છબીઓ છે. હું એકવાર પહેલાં પણ કહી ચૂક્યો છું કે હિન્દી જગત ને સ્વંયમ તેની શબ્દ સમૃધ્ધિ ની વિપુલતા, સમૃધ્ધિ અને હાર્દ ને પ્રગટ કરવા માટે અરવિન્દ કુમારના કૃતજ્ઞ રહેવું જોઇશે.
મને એ ખ્યાલ નહોતો આવ્યો કે અરવિંદજી એ અનુવાદનું કામ પણ કર્યું છે. આ પુસ્તકમાં જર્મન મહાકવિ ગોએથે ના મહાકાવ્યાત્મક નાટક નો એક અંશ પણ શામેલ કરેલ છે. મારૂં ધ્યાન ફાઉસ્ટના આ વાક્ય પર ગયું -
થતું રહે જે થવાનું છે ત્યાં - પેલી પાર ભોગવી લઇશું - પછીની છે વાત
આ ધરતીના સૂર્યનો પ્રકાશ જ મિટાવી શકે છે મારી પીડાનો અંધકાર
મારા સુખોનો સ્ત્રોત આ જ સંસાર પૂરાં થવા દો નિયતિ નાં દાન
પૂરાં થઇ જાય જ્યારે બધાં જ મારા કામ આવે જ્યારે આ સંસારને ત્યાગવાનો કાળ
તો નથી જાણવું મને કે શું થવાનું છે પેલી પાર
ઉપર છે સુખોનું સ્વર્ગ, નીચે નર્કાગાર પાતાળ
નથી જાણવું મને - શું આપશે અનંત કાળ ઘોર અંધારૂં યા ખૂબ જ પ્રેમ ?
શેક્સપિયર માટે હિન્દ છંદ અને ભાષા એક નિબંધ પણ છે, જેમાં હિન્દી અવતરણ પર ઊંડાણપૂર્વક ના વિચાર અને ભાષાની કઠીનાઇનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
પ્રતિરોધની કવિતા :
વર્ષોથી મારી એવી ધારણાં રહી છે કે લગભગ આખા વિશ્વમાં ૨૦ મી શતાબ્દી ની કવિતા પ્રતિરોધ ની કવિતા પણ છે. આ પ્રતિરોધ ને કોઇ ેક જ દૃષ્ટિકોણ થી લેવો ન જોઇએ. ખુદ હિન્દી કવિતાને પાછલી લગભગ અડધી સદી થી પ્રતિરોધ માં રહેવાવાળી કવિતા જ કહી શકાય છે. કેટલીક વાર આ પ્રતિરોધ બહિર્મુખી તો કેટલીક વાર અંતર્મુખી હોય છે.
પૂર્વીય યુરોપનાં કેટલાંયે દેશોમાં જ્યાં સામ્યવાદી તાનાશાહી નો મજબૂત પહેરો હતો, કવિઓ એ એક નવા તરીકાથી વિડંબના - બોધ વિકસિત કર્યો હતો જેમાં રોજબરોજ ની ઘટનાઓ અને આમ ચીજો થી પ્રતિરોધ નું રૂપ ગાઢ અને રસીકો દ્વારા સમજાતું - આવકારતું હતું. પોલીશ, હંગેરિયન, ચૈક વગેરે ભાષાઓની કવિતાઓમાં આ સંભવ થયું. આપણાં અહોભાગ્યથી દોઢ એક વર્ષ નાં ટૂકા ઇન્ટરવલ પછી લોકતંત્ર રહ્યું છે. અને તેમાં સત્તાના પ્રતિરોધના કેટલાંયે રૂપ સાહિત્ય અને કલાઓમાં વિકસીત થયા. આ સમયને લોકતાંત્રિક પ્રતિરોધ ની ગાથા નાં રૂપમાં, તેની સૂક્ષ્મતા - જટિલતા - બહુલતા માં વાંચવા - સમજવામાં આવવું જોઇએ. કેટલાંક કવિતાનાં અંશો યાદ આવે છે -
નિર્ધન જનતા નું શોષણ છે કહીને આપ હસ્યા, લોકતંત્રની અંતિમ ક્ષણ છે કહીને આપ હસ્યાં.
બધાં જ ભ્રષ્ટાચારી છે કહીને આપ હસ્યા, ચારેય તરફ મોટી લાચારી, કહીને આપ હસ્યાં.
કેટલાં આપ સુરક્ષિત હશો, હું વિચારવા લાગ્યો, અચાનક મને એકલો જોઇને ફરીથી આપ હસ્યા.
- રઘુવીર સહાય
મહાજન આપની સાથે ચાલવા માટે, શોધવા છતાં નથી મળતાં પગલાં ના નિશાન,
કોઇ પગદંડી યે તો નથી, જે બની હોય આપના પગોથી.
ફક્ત ઢાંકી રહ્યું છે ધરતીને, આપના પડછાયાનું અંધારું,
મહાજન, આ આંધળા અજવાળામાં, આપની
સાથે ચાલું તો કેવી રીતે ચાલું, અમે તો બસ
તડકામાં ખિલેલ, નાનકડાં રૂપનું નાનકડું નામ છીએ
મહાજન, આપ જે રસ્તે જઇ રહ્યા છો તે અમારો નથી
- ધ્રુવ શુકલ
એક અંધારો ખૂણો, એક નાનકડી ખુરશી, દોઢ ઔંસને ઢળેલો શીશું, કોઇ કવિ, કોઇ સંન્યાસી, કોઇ સૂફી, કોઇ જોકર, કોઇ વિરોધી ને રાજધાની ની સડકો પર કાયમ માટે ચૂપ અને ઠંડો કરવા માટે, બધાંથી નાનું અને બધાંથી સરળ છે, બધાથી લાંબી અને જટિલ પ્રક્રિયા માં બનેલી ચીજોને ખતમ કરવી.
- ઉદય પ્રકાશ
આ બધી જ કવિતાઓ ઘણાં પહેલાં લખવામાં આવી હતી.
Comments
Post a Comment