બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો
- પ્રિયંકા સિંહ
(૧) સારો પ્રકાશ :- જો એક ટ્યુબનો પ્રકાશ ઓછો હોય તો બીજી લગાવી દો. આમ, આજકાલ ૩૬ વોટમાં પણ એલઈડીની સારી ટ્યુબ આવે છે, જો કે, પૂરતો પ્રકાશ હોવાના કારણે એક જ બસ રહે છે. (ર) ઓછો અવાજ, અંતર નહીં :- જો અભ્યાસ માટે અલગ રૂમ શક્ય ના હોય તો અને અવાજ બહુ હોય તો તમે તમારો અભ્યાસનો સમય એવો નક્કી કરી શકો છો, જે ઘરમાં ઓછા લોકો હોય કે પછી જ્યારે બધા ઊંઘી રહ્યા હોય. અભ્યાસ કરતાં ગીતો ના સાંભળો. બહુ જ મન થાય તો ખૂબ ધીમા અવાજમાં કોઈ ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળી શકો છો. નેટથી પોતાની પસંદગીનું મ્યુઝિક સાંભળી શકો છો.
તાજી હવા :- અભ્યાસ માટે આ મોસમ સારી છે. માઈન્ડ ફ્રેશ રહે, એના માટે જરૂરી છે કે, અભ્યાસની જગ્યા પર પ્રકાશની સાથોસાથ તાજી હવા પણ આવે. જો કે આ વાતનો પણ ખ્યાલ રાખો કે ઠંડીના કારણે તમે બીમાર ના પડી જાવ. પોતાને ઢાંકીને રાખો અને પગમાં મોજાં જરૂર પહેરો.
ખુરશી-ટેબલ પર બેસો :- ટેબલ-ખુરશી પર બેસીને અભ્યાસ કરો. એનાથી આળસ આવશે નહીં. સાથે જ, પથારી કે કામળો ઓઢીને ના બેસો. આવું કરવાથી આળસ આવશે.
અભ્યાસની પદ્ધતિ :- ટાર્ગેટ સેટ :- બચેલા દર મહિને, દર અઠવાડિયે અને દરરોજ માટે ટાર્ગેટ નક્કી કરો કે આટલો અભ્યાસ કરવો જ છે. એનાથી અનુમાન લગાવી શકાય છે કે, કેટલો કોર્સ છે અને તે કેટલા સમયમાં પૂરો થશે. ટાર્ગેટને કોઈપણ કાળે અધૂરો ના છોડો. તે ના વિચારો કે કાલે કરી દઈશું. એવું કરવાથી બોજ વધી જશે. અભ્યાસ કર્યા બાદ લખીને પણ જુઓ કે આજે કેટલો અભ્યાસ કર્યો. કોઈપણ હાલતમાં ડિસેમ્બર સુધી અભ્યાસ પૂર્ણ થઈ જવો જોઈએ એનાથી આગળનો સમય રિવિઝન માટે રાખો.
નબળાઈને દૂર કરો :- એક સમયે એક જ વિષય પર ધ્યાન આપો અને જે વિષયમાં નબળા હોય, તે પહેલાં તૈયાર કરવો જોઈએ. બાદમાં કરીશું એવું વિચારશો તો બોજ વધી જશે. કેટલાક નિષ્ણાત એવું પણ માને છે કે પહેલા જે વિષયમાં સારા છો, એને તૈયાર કરો. તમને જે પદ્ધતિ સારી લાગે, એને અપનાવી લો. પરંતુ એ ના વિચારો કે કોઈપણ વિષયની ભરપાઈ બીજા વિષયમાં સારું કરવાથી થઈ શકે છે.
લખીને તૈયારી કરો :- ધ્યાન રાખો, તમારી પરીક્ષા લેખિત હશે, મૌખિક નહીં, એવામાં લખવાની તૈયારી કરો. માત્ર યાદ કરવાથી કામ ચાલશે નહીં. લખવાની તૈયારી કરવાથી સ્પેલિંગની ભૂલો સુધરે છે. આ સિવાય ટાઈમ મેનેજમેન્ટ પણ યોગ્ય રહે છે. દા.ત. ક્યા સવાલને કેટલો સમય આપવાનો છે, પેપર કેટલા સમયમાં પૂરું થઈ શકે છે વગેરેનું અનુમાન લખવાથી લાગે છે.
પ્રેક્ટિસ કરો :- ઘણાં પુસ્તકો વાંચવના બદલે એનસીઈઆરટીના પુસ્તકોને વારંવાર વાંચો. એમાં આપેલા સવાલોને હલ કરો. પ્રકરણ સાથે જોડાયેલા સવાલ ક્યાંયથી પણ તૈયાર કરી શકો છો, પણ અભ્યાસ સીબીએસઈના પાઠ્યપુસ્તકથી કરો એ જ સારું છે. સીબીએસઈની વેબસાઈટ પર જાઓ. એનાથી તૈયારીમાં મદદ મળશે. વેબસાઈટ પરથી સેમ્પલ પેપર મળશે.
ટાઈમ મેનેજમેન્ટ :- કોઈ સેમ્પલ પેપર લઈને પોતાનો મોક ટેસ્ટ લો અને ત્રણ કલાકની અંદર સોલ્વ કરી ટ્યુશન કે સ્કૂલ ટીચરથી ચેક કરાવો. પ્રેક્ટિસથી ડર ઓછો થઈ જાય છે અને તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો.
ધ્યાન ભટકવાથી કેવી રીતે બચશો ?
મોબાઈલ :- જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે મોબાઈલને પોતાનાથી દૂર રાખો. જ્યારે બ્રેક માટે ઊઠો તો મોબાઈલ જોઈ લો, જો કોઈને જરૂરી કોલ હોય, તો એને કોલ કરો. મોબાઈલ પાસે રાખવાથી મન ભટકશે અને વારંવાર નજર સ્ક્રીન પર જશે.
સોશિયલ મીડિયા :- આ દિવસો સોશિયલ મીડિયાથી અંતર રાખો એ સારું છે. ત્યાં જવાથી ઘણા કલાકો વીતી જાય છે, ખબર જ પડતી નથી. જો સોશિયલ મીડિયા પર જવાનું મન થાય તો એના ૧પ-ર૦ મિનિટથી વધુ સમય ના રાખો. આમ, સારું એ જો છે કે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પેપરો માટે અનસ્ટોલ કરી લો.
ટીવી :- મૂડ ફ્રેશ કરવા માટે ટીવી પર પસંદગીનો પ્રોગ્રામ કે દિલચસ્પ વીડિયો જોઈ શકો છો કે ગીતો સાંભળી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ટીવી, મ્યુઝિક કે મોબાઈલ ગેમ માટે દરરોજ એક કલાકનો સમય જ બસ છે. એનાથી વધુ સમય વીતાવવાથી તમારા અભ્યાસને નુકસાન તો થશે જ, મન પણ ભટકશે. આ દરમ્યાન ફિલ્મ કે લાંબી મેચ જોવાથી બચો. આમાં ઘણો સમય જતો રહે છે. તમે તમારી મનપસંદ ફિલ્મ પરીક્ષા બાદ પણ જોઈ શકો છો.
મિત્રો :- આ સમય દોસ્તોથી વધુ અભ્યાસ પર ધ્યાન ધરવાનું છે. એવામાં કોશિશ કરો કે દોસ્તોથી કલાકો ફોન પર વાતચીત કે ચેટ ના કરો. વધુ સમય વાત કરવાથી સમય તો બેકાર થશે જ, મન પણ અભ્યાસથી ભટકશે. ફોન પર દોસ્તો સાથે અભ્યાસની ચર્ચા કરવાથી પણ બચો. અભ્યાસના બદલે બીજા ટોપિકસ પર વાત કરો. દોસ્તો સાથે મળો તો પણ એ ચર્ચા ના કરો કે કોણે શું વાંચ્યું ? એનાથી નકામું ટેન્શન થઈ શકે છે. હા, થોડા સમય માટે મળી શકો છો કે વાતો કરી શકો છો.
ધ્યાન રાખો :- વિદ્યાર્થી અને મા-બાપ બંને પરીક્ષાને લઈને ટેન્શન ના લે. માતા-પિતા બાળકો પર દિવસભર પુસ્તકો લઈને બેસવા માટે દબાણ ના બનાવે. પરીક્ષાના દિવસોમાં પણ બાળકો માટે ૭-૮ કલાકની ઊંઘ, આરામ અને મનોરંજન જરૂરી છે. એની વચ્ચે તાલમેલ બનાવી રાખો. આ સિવાય એ પણ ધ્યાન રાખો કે પરીક્ષામાં નંબર લાવવો જ બધું નથી. ખરી વસ્તુ છે જ્ઞાન. જેમની પાસે જ્ઞાન છે તે નંબર ઓછા આવવા છતાંય જિંદગીમાં ઘણા સફળ થાય છે.
માતા-પિતા માટે ગાઈડ બનો, ગાર્ડ નહીં :-
* બાળક જ્યારે અભ્યાસ કરી રહ્યું હોય તો સારું છે કે માતા-પિતા પણ સાથે કોઈ પુસ્તક કે મેગેઝિન વાંચે. એનો બાળક પર મનોવૈજ્ઞાનિક અસર પડે છે અને તે વધે મન લગાવીને અભ્યાસ કરે છે. તમારે મોબાઈલ, ટીવીની કુરબાની કરવી પડશે.
* કોશિશ કરો કે બાળકોની સામે ટીવી ના જુઓ. જો ટીવી જોવા ઈચ્છતા હોવ તો કે મ્યુઝિક સાંભળવા ઈચ્છતા હોવ તો ઓછા સમય માટે જુઓ કે સાંભળો. સાથે જ અવાજ પણ ઘણો ધીમો રાખો.* બાળકોની ગ્રુપ સ્ટડી દરમ્યાન તમે પણ ટીમનો ભાગ બની શકો છો. જો એવું કરી શકતા નથી તો વચ્ચે-વચ્ચે ગ્રુપની સ્થિતિ જાણતા રહો, પરંતુ એવું કાંઈ ના કરો કે તે ડિસ્ટર્બ થઈ જાય કે એમને લાગે કે એમની જાસૂસી કરી રહ્યા છો. * જો એવું લાગે કે બાળક વાંચી રહ્યું નથી તો પ્રેમથી એમને સમજાવો કે પરીક્ષા બાદ અમે તારા માટે પાર્ટી પ્લાન કરીશું, પરંતુ હમણાં અભ્યાસ કર કારણ કે આ સમય ફરી આવશે નહીં.
* ઘણા મા-બાપ પરીક્ષા સમયે બાળકોને મિત્રોથી મળવા પર રોકે છે. એ યોગ્ય નથી. બાળક જ્યારે મિત્રો વચ્ચે હોય છે તો ટેન્શન ભૂલી જાય છે અને એનો મૂડ ફ્રેશ થઈ જાય છે, તેથી પરીક્ષા દરમ્યાન મિત્રોથી હળવા-મળવા પૂરી રીતે બંધ ના કરો.* જો ઘર પર કોઈ મળવા આવી જાય છે તો એને મળવાથી કે સાથે બેસવા માટે બાળકને મજબૂર ના કરો.
* બાળકને ઘરમાં અભ્યાસ કરવા માટે છોડીને પોતે મોલ કે પાર્ટીમાં ના જાઓ. જો શક્ય હોય તો નોકરી કરતી મમ્મીઓએ પરીક્ષાના દિવસોમાં રજા લઈને બાળકની સાથે રહેવું જોઈએ.
* બાળકની સામે ઝઘડો ના કરો. ના એમના અભ્યાસ કે કેરિયર પર ચિંતા જાહેર કરો. અભ્યાસ માટે પણ એને વારંવાર ના બોલો.
* એ દિવસોમાં બાળકની સરખામણી એમના ભાઈ-બહેન કે બીજા બાળકોથી બિલકુલ ના કરો. સાથે જ, જો તે પરેશાનીમાં તમારા પર ગુસ્સે થઈ જાય તો તમે તમારું ધૈર્ય બનાવી રાખો.
* જો બાળક મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ સવારે મોડેથી ઉઠવા માંગે તો તમે એને જબરદસ્તીથી ના ઉઠાડો. બાળક હંમેશા મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ સવારે મોડેથી ઊઠે છે. હા, એને એ જરૂર સમજાવો કે સતત મોડા ઉઠવાની ટેવ થવા પર પરીક્ષાના દિવસોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. પરીક્ષા આપતા સમયે એના શરીરને આરામ માટે સમય હશે તો તે પૂરી રીતે એલર્ટ રહી શકશે નહીં. સારું છે કે, તમે એને પરીક્ષાથી ર૦-રપ દિવસ પહેલાંથી થોડા જલદી ઊઠીને એ સમયે વાંચવા-લખવાની સલાહ આપો જે સમયે પરીક્ષા હોય એટલે કે સવારે ૯ વાગ્યાની આસપાસ.
ભોજન હળવું અને પૌષ્ટિક લો :-
* ભોજન હંમેશા ડાઈનિંગ ટેબલ પર જ આપો. ક્યારેય પણ સ્ટડી ટેબલ પર ભોજન ના આપો.
* પેટ ભરીને ખાવાથી વધુ જરૂરી છે પૌષ્ટિક ભોજન. મગજને કામ કરવા માટે ગ્લુકોઝ અને ઓક્સિજન જોઈએ, જે પૌષ્ટિક ભોજનથી મળે છે.
* ઘણી વખત માતાઓ બાળકોને જબરદસ્તી ખવડાવવા પર દબાણ કરે છે, પરંતુ આ યોગ્ય નથી. જો ક્યારેક એમને ખાવાનું મન કરતું નથી તો એને પરાણે ખવડાવશો નહીં.
* પરાઠા, પૂરી, પુલાવના બદલે દાડિયા, ખીચડી, રોટલી અને લીલા શાકભાજી ખવડાવો. ખાસ કરીને સરગવો, પાલક, મેથી, બ્રોકલી એમાં જિંક અને વિટામિન બી અને ઈ વધુ હોય છે. એનાથી કોન્સનટ્રેશન વધે છે. સાથે જ, આંખોમાં પણ ચમક આવે છે.
* વિટામિન-સી (લીંબું, મોસંબી, સંતરા વગેરે) વધુ માત્રામાં ખવડાવો. એનાથી સ્ફૂર્તિ બની રહેેશે.
* ખાવામાં નાના મીલ્સ લો તો સારું રહેશે. જ્યારે ખાધા પછી બેસો છો તો પેટ દબાઈ જાય છે અને ખાવાનું પચવામાં મુશ્કેલી થાય છે.
* રાત્રીનું ભોજન બિલકુલ ભારે ના હોય અને રાત્રે ૮ વાગ્યા સુધી ડિનર ખતમ કરી લો. એ બાદ જો ભૂખ લાગે તો બાળકને દૂધ અને કોર્નફલેક્સ, મુરમુહે ભેળપુરી, ફ્રૂટ ચાટ, ઓટ્સ વગેરે આપી શકાય છે.
* રાત્રે બાળકનું મન જો વારંવાર ખાવાનું કરે છે તો એમની પસંદગીનું ટૂથપેસ્ટથી બ્રસ કરીને આવવાનું કહો. એનાથી એમને ખાવાનું મન કરશે નહીં અને ફ્રેશનો અનુભવ થશે.
થોડા અગત્યના સવાલ અને એના જવાબ :-
(૧) સારી નોટ્સ કેવી રીતે બનાવશો ?
નોટ્સ બનાવતી વખતે માત્ર અગત્યની બાબતોને લખો. એમાં પણ જે ચીજો વધુ અગત્યની છે, એને અંડરલાઈન કરી શકો છો અથવા કલર પેનથી લખી શકો છો. મુશ્કેલ ડાયાગ્રામને પણ નોટ્સમાં સામેલ કરી શકો છો. મુશ્કેલ ફોર્મ્યુલા અથવા અગત્યની વાતોને કોઈ ચિઠ્ઠી પર લખીને પોતાના અભ્યાસના ટેબલની સામે લગાવી શકો છો જેથી વારંવાર એના પર નજર જાય અને તમને તે યાદ થઈ જાય. એ સિવાય, અલગ-અલગ કલરના ફ્લેશકાર્ડ પણ બનાવી શકો છો. એમાં અગત્યની વાતો કે ફોર્મ્યુલા લખો અને વારંવાર એને જુઓ. આવું કરવાથી તે યાદ થઈ જશે.
(ર) ગ્રુપ સ્ટડી કરવી કે નહીં ?
ગ્રુપ સ્ટડી પરીક્ષાની તૈયારીની ઘણી સારી રીત છે. પરંતુ ગ્રુપ સ્ટડી ત્યારે કરો, જ્યારે તમે અને તમારા મિત્ર અભ્યાસને લઈને સીરિયસ હોય. ગ્રુપ સ્ટડીના નામ પર ગપશપમાં સમય બેકાર ના કરો. ગ્રુપ સ્ટડીમાં ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. સાથે જ એ ટીચર કે માતા-પિતાની દેખરેખમાં જો એ હોય તો વધુ સારું છે. બધા સભ્યો મળીને ટોપિક વહેંચી લે અને પોતાને ટોપિક વિશે સારી રીતે વાંચીને બાકીનાને બતાવે.
આરામ ક્યારે અને કેટલો :- સતત બેસી રહેવાથી શરીરની એનર્જી લેવલ ઘટી જાય છે. તેથી થોડું મૂવમેન્ટ જરૂરી છે. દર કલાકે, બે કલાકમાં ઊઠીને સ્ટ્રેચિંગ કરો. સાથે જ, દર કલાક બાદ પ-૧૦ મિનિટ અને દર બે કલાક બાદ ૧પ-ર૦ મિનિટનો બ્રેક લો. આ સમયે પોતાની પસંદગીનું કામ કરો.
મુશ્કેલ પ્રકરણની તૈયારી કેવી રીતે કરશો ? :- ઘણી વખત કોઈ પ્રકરણ મુશ્કેલ લાગે છે, તેથી બાળક એને વાંચવાનું ટાળી દે છે. આવું ના કરો. એને તરત જ તૈયાર કરો. પહેલા તમે એની પાછળ આપેલા સવાલોને જુઓ. એનાથી તમને પ્રકરણમાં શું છે, એનું અનુમાન લગાવી શકો છો. પછી પ્રકરણને વાંચો. ફરીથી વાંચો. ર-૩ વખત વાંચવાથી પ્રકરણ સમજમાં આવવા લાગશે.
વાંચેલું સારી રીતે યાદ કેવી રીતે રહેશે ?
તમે જે પણ વાંચો, એમાં પોતાને સામેલ કરો. ફક્ત વાંચવાના બદલે તમે વિચારો કે શું તમે શું વાંચી રહ્યા છો ? એના વિશે સવાલ બનાવો અને પોતાની જાતને જવાબ પૂછો. એ પણ પૂછો કે આગળ શું થઈ શકે છે. અને કેમ ? તમે જો વાંચી રહ્યા છો, એને વિઝયુલાઈઝ કરો. પોતાને કેરેક્ટરમાં ક્યાંક ફીટ કરીને કે એ જગ્યા પર રાખીને જુઓ. એનું પિકચર તૈયાર કરો.
* કલાસમાં નોટ્સ ઉતારતી વખતે પણ એના પર વિચાર કરો. એ વિચારીને ના લખો કે અત્યારે લખી લઉં છું, પછીથી વાંચી લઈશ. લખતી વખતે જ મનમાં ગણગણો પણ. શિક્ષકની દરેક વાતને લખવાના બદલે જે અગત્યનું હોય, એની નોંધ કરો. બાકીને છોડી દો.
* જે વાંચ્યું છે એને કોઈ એવી ચીજથી જોડીને યાદ કરો, જેને તમે પહેલાથી જાણો છો તમે જે વાંચ્યું છે, એને લઈને કોઈ કવિતા, ગીત વગેરે પણ બનાવી શકો છો.
બહાર રમવા જવું કે નહીં :- સારું છે કે ઘરની અંદર રમવાના બદલે બહાર જઈને લગભગ કલાક સુધી ફૂટબોલ, ક્રિકેટ કે બેડમિન્ટન રમો. યાદ રાખો, રમતથી થાક નથી લાગતો. જો ખેલવાનું મન ના થાય તો બ્રિસ્ક વોક કરો. એનાથી એડ્રેનેલિન હોર્મોન્સ નીકળે છે જે મનને તંદુરસ્ત રાખે છે અને ખુશનુમાનો અહેસાસ આપે છે. કસરત કરવાનું પણ બંધ ના કરો. કસરતથી તન અને મનને સ્ફૂર્તિ મળે છે.
Comments
Post a Comment