આપે મોહબ્બતનો મકબરો જોયો છે ?


અડાલજ ની વાવ નેશનલ હાઇવે પર ગાંધીનગર થી ૧૫ કિમી દૂર આવેલ એક કૂવો છે. આ કૂવો પોતાની અદ્‌ભૂત વાસ્તુકલા અને નકશીકામ માટે પ્રસિધ્ધ છે. વાઘેલા પ્રમુખ વીરસિંહની પત્ની રાણી રૂદાબાઇના માટે એક મુસ્લિમ રાજા મોહમ્મદ બેગડા એ તેને ૧૪૯૯ માં બનાવ્યો હતો. એની દિવાલો પર પૌરાણિક પાત્રો અને કથાઓ ની નકશી કરવામાં આવી છે.
સિદી સૈયદની મસ્જીદનું નિર્માણ ૧૫૭૩ ઇ.સ. માં કરવામાં આવ્યું હતું. જે અમદાવાદની મુખ્ય પ્રસિધ્ધ મસ્જિદોમાંથી એક છે. જેને સિદી સૈયદની જાળી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મસ્જિદ એક એબિસિનિયન (હબસી) સિદી સઇદ અથવા સિદી સૈયદ દ્વારા બનાવવામાં આવી હતી. જે સુલ્તાન શમસુદ્દીન મુઝફ્ફરશાહ ત્રીજાની સેનામાં જનરલ બિલાર ઇજરખાન નાં આધિન ગુજરાત સલ્તનત માટે કામ કરતો હતો.
કેલીકો ટેક્સટાઇલ મ્યુઝિયમ ભારતીય કપડાંના વિવિધ સંગ્રહ માટે આખી દુનિયામાં પ્રસિધ્ધ છે. જે ભારતનું સહુથી ચર્ચાસ્પદ ટેક્સટાઇલ મ્યુઝિયમ છે. આ સંગ્રહાલય માં વિભિન્ન ડિઝાઇન, રંગ અને પેટર્ન નાં વસ્ત્રો જોવા મળે છે. જે ભારતના ખૂણે ખૂણેથી આવે છે. જેમનું ફેબ્રિક, તેને વણવા - કાંતવા નું અલગ જ પ્રકારનું હોય છે. આ સંગ્રહાલયની ગૌતમ સારાભાઇ અને તેમની બહેન ગીરા સારાભાઇ એ ઇ.સ. ૧૯૪૯ માં સ્થાપના કરી. પ્રથમ તેને કેલિકો હાઉસમાં સ્થાપિત કરવામાં આવ્યું. ત્યારબાદ તેને શાહીબાગમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું.
ગુજરાત આવો અને સાબરમતી આશ્રમ ના જાઓ તો આપની યાત્રા શાયદ અધૂરી રહી જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ આશ્રમ ને હાલમાં ગાંધી સ્મારક સંગ્રહાલય ના રૂપમાં બદલી નાંખવામાં આવ્યું છે. આ આશ્રમ અમદાવાદ જિલ્લા, ગુજરાત રાજ્યનાં સાબરમતી નદીનાં કિનારે આવેલો છે. સન્‌ ૧૯૧૭ માં કોચરબ માં મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ ના નામથી એની સ્થાપના કરી હતી. ઇતિહાસકારોનું માનવું છે કે પૌરાણિક દધિચી ઋષીનો આશ્રમ પણ અહિંયા જ હતો.
માનવામાં આવે છે કે ગુજરાતનું દ્વારકા શહેર એ સ્થાન છે કે જ્યાં ૫૦૦૦ વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ નાં મથુરા છોડ્યા બાદ દ્વારકા નગરી વસાવી હતી. દ્વારકામાં જે જગ્યાએ તેમનો અંગત મહેલ હરિગૃહહતો ત્યાં જ પ્રસિધ્ધ દ્વારકાધિશ મંદિર આવેલું છે. દ્વારકા નગરી આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચારધામમાંથી એક છે. સાથે જ દ્વારકા નગરી પવિત્ર સાત પુરિઓમાંથી પણ એક છે.
ગુજરાતનાં કચ્છનાં રણમાં ૪૯૫૪ કિમી ક્ષેત્રફમાં ફેલાયેલું જંગલી ગધેડા અભ્યારણ્ય ભારતનું સૌથી વિશાળ વન્યજીવન અભ્યારણ્ય છે. અહીં વિભિન્ન પ્રજાતિનાં જાનવર અને પક્ષીઓ જોવા મળે છે. જેમાંથી સહુથી મહત્ત્વપૂર્ણ ભારતીય જંગલી ગધેડાની લુપ્તપ્રાય પ્રજાતિ છે, તેની સાથે સાથે ચિંકારા, કેરાકલ્સ અને એશિયાની વિશાળકાય એવી નીલગાય (રોઝડાં) પણ જોવા મળે છે. અભ્યારણમાં આમની સંખ્યા લગભગ ૩૦૦૦ છે. અને વિશેષ રૂપે પ્રજનન કાળમાં મુખ્યત્વે ઝુંડમાં જોવા મળે છે.
ભારતમાં ગુજરાતનો અતિ શાનદાર સમુદ્રતટ અહમદપુર - માંડવી બીચ છે. આતટ પર સુંદર વોટર સ્પોટ્‌ર્સ આવેલ ચે. આ સ્થળ અમદાવાદ થી ૨૯૮ કિલોમીટર દૂર આવેલ છે. સમુદ્રનું સાફ પાણી હોવાથી તૈરાકી નાં શોખીનો માટે ઉત્તમ અને પસંદગી વાળું સ્થળ છે. માંડવીમાં આ ઉપરાંત તોપનસર, ઝરણું, વિજય વિલાસ પેલેસ, શ્યામજી કૃષ્ણા વર્મા સ્મારક, રૂકમાવતી બ્રિજ અને કાશી વિશ્વનાથ બીચ જોવાલાયક છે.
મહાબત મકબરો ગુજરાત અને વિશેષતા :
જૂનાગઢ નાં મશહૂર ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે, જેનો શરૂઆતમાં જૂનાગઢના નવાબો દ્વારા અંગત મહેલનાં રૂપમાં ઉપયોગ થતો હતો. ઇ.સ. ૧૮૭૮ માં મહાબત ખજાનચી એ આનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું હતું, અને ઇ.સ. ૧૮૯૨ માં બહાદૂર કાંજી એ પૂરૂં કરાવ્યું. પોતાની કળા અને વાસ્તુકળાની દૃષ્ટિ એ આ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો પૈકી એક છે. અને સૌથી જૂના મોગલ સ્મારકોમાં સમાવેશ થાય છે. મકબરાના બારિકીથી તૈયાર કરવામાં આવેલાં મેહરાલ, ઉર્ધ્વાધર સ્તંભ અને દિવાલો, સાથે જ બારીઓનાં પથ્થર પર નકશી એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેના ચાંદી થી મઢેલા પોર્ટલ, ઘુમાવદાર સીડીઓ, ચાર ઊંચા મીનારાઓથી ઘેરાયેલા મેદાન માં બનેલ જૂના સ્ટેપવેલ અને તેનો ડુંગળીના આકારનો ગુંબજ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દે છે.
સોમનાથ મંદિર વિશ્વ પ્રસિધ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે. લોકકથા અનુસાર અહીંયા ભગવાન શ્રીકૃષ્ણ એ દેહત્યાગ કર્યો હતો. આ એક મહત્ત્વપૂર્ણ હિન્દુ મંદિર છે, જેની ગણના ૧૨ જ્યોતિલીગ ના રૂપમાં થાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના વેરાવળ બંદરગાહ (સી-પોર્ટ) માં સ્થિત આ મંદિર માટે એવું કહેવાય છે કે આનું નિર્માણ ખુદ ચંદ્ર દેવ એ કર્યું હતું. આનો ઉલ્લેખ ઋગ્વેદ માં પણ જોવા મળે છે. અત્યંત વૈભવશાળઈ હોવાને કારણે આ મંદિર કેટલાંયે વિદેશી આક્રમણો નું સાક્ષી અને નિશાન રહ્યું છે. જેનાં કારણે કેટલીયે વાર તેનું પુનઃ નિર્માણ પણ કરાયું છે.

અક્ષરધામ મંદિર ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિર ગુજરાતનાં પ્રમુખ્ય તથા પ્રસિધ્ધ પર્યટન સ્થળોમાં ગણાય છે. સ્વામીનારાયમ સંપ્રદાયદ્વારા બનાવવામાં આવેલું આ મંદિર ભક્તિ, વાસ્તુકલા, કલાકાર્યો અને પ્રદર્શનો માટે પ્રસિધ્ધ છે. આ મંદિર ૩૨ મીટર ઊંચું, ૭૩ મીટર લાંબુ અને ૩૯ મીટર પહોળું છે. આનું નિર્માણ ૬૦૦૦ ગુલાબી બલુઆ પથ્થરોથી થયું છે. ખાસ વાત તો એ છે કે આના નિર્માણમાં કોઇપણ જગ્યાએ લોખંડ અથવા સિમેન્ટ નો ઉપયોગ નથી થયો...

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે