શું આપના સ્માર્ટ ફોનમાં વાઇરસ છે ? આમ ચપટી વગાડતાંમાં જ શોધો...


દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરાતો હોય તો તે છે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ. આજે આના દુનિયાભરમાં ૧૦૦ કરોડથી પણ વધારે યુઝર્સ છે. પરંતુ દરેક પ્રખ્યાત ચીજો ની સાથે કેટલીક પરેશાની પણ સંકળાયેલી હોય છે, જેનાથી એન્ડ્રોઇડ પણ બાકાત નથી.
એન્ડ્રોઇડ યુઝર્સ ને પોતાની જાળમાં ફસાવવા માટે હેકર્સ નવી નવી તરકીબો - યુક્તિઓ અજમાવે છે, કે જેથી કોઇ શંકાસ્પદ એપ ડાઉનલોડ કરો અને તેઓ આસાનીથી તમારી ગુપ્ત જાણકારીઓ મેળવી લે. ફોનમાં એકવાર વાઇરસ આવવાથી આપની અંગતતા માટે ખતરો ઊભો થાય છે. આવો, આપને બતાવીએ કે ફોનમાં વાઇરસ નો પત્તો કેવી રીતે લગાવવો...
જો આપના ડેટામાં વધારે ખર્ચ થાય તો તે વાઇરસ છે.
જો અચાનક જ આપના મોબાઇલ નો ડેટા પહેલાંથી વધારે ખર્ચ કરાવે તો તેનું એક કારણ આપના મોબાઇલમાં ઘૂસણખોરી કરવા વાળો વાઇરસ પણ હોઇ શકે છે. જો પાછળનાં મહિનાનાં મુકાબલે વધુ વપરાશ કર્યા વિના આપનો ડેટા વધારે ખર્ચ થયો છે તો સમજી જાઓ કે આપનો મોબાઇલ અથવા ટેબલેટ વાઇરસની ઝપેટમાં આવેલ છે.
મોબાઇલ બિલમાં જીસ્જી માં વધારાનો ચાર્જ ? વાઇરસ છે.
જો આપના મોબાઇલના બીલમાં બિનજરૂરી જીસ્જી ચાર્જ વસૂલવામાં આવે તો આપના ફોનમાં વાઇરસ હોઇ શકે છે અને એ પણ આપની જાણ બહાર ! પ્રિમીયર રેટ નંબર એક સ્પેશ્યલ નંબર હોય છે, જેના પર મેસેજ મોકલવાનો સામાન્ય ચાર્જ હોય તેના કરતાં કેટલોયે વધારે હોય છે.
બેટરી નો વધારે વપરાશ ? મતલબ વાઇરસ છે.
વાઇરસથી ના ફક્ત આપના મોબાઇલ નો ડેટાનો જ ખર્ચ થાય છે બલ્કે, આપના મોબાઇલ ની બેટરી પર પણ મોટો પ્રભાવ પાડે છે. એકવાર વાઇરસવાળી એપ ને લોડ કર્યા પછી આપ જોઇ શકો છો કે આપના મોબાઇલની બેટરી ઝડપથી ડાઉન થઇ રહી છે.
અચાનક આવવાવાળા પોપ-ઓસ નો મતલબ આપના ફોનમાં વાઇરસ છે :
જો આપ પોપ એપ્સ, નોટીફિકેશન્સ, અનિચ્છનીય રીમાઇન્ડર અને સિસ્ટમ વોર્નિંગ જેવા નોટીફિકેશન્સ પર ક્લિક કરો છો તો આનાથી પણ આપના ડિવાઇસમાં વાઇરસ વધતાં જાય છે. એટલાં માટે આવી સાઇટો પર જશો જ નહીં.
જો આપના ફોનમાં અનચ્છિનીય એપ છે તો સમજો આપના ફોનમાં વાઇરસ છે...

કેટલાંક એપ એવાં હોય છે જે આપની જાણકારી બહાર જ આપનાં મોબાઇલમાં ડાઉનલોડ થઇ જાય છે. ટ્રોજન મૈલવેયર દ્વારા આપના મોબાઇલ ફોનને નુકશાન પહોંચાડનાર એપ ઓટોમેટિક ડાઉનલોડ થઇ જાય છે. અગર આપને ફોનમાં આવી એપ જોવા મળે તો તુરંત જ હટાવી દો.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે