ફ્લેમિન્ગો એર એકેડેમી

રાજ્યમાં ફ્લેમિન્ગો એર એકેડેમી ઉડ્ડયન ઉદ્યોગ અને આતિથ્ય સત્કાર શિક્ષણમાં અગ્રસર રહેલ છે. અહિયાં અમે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના મેનેજમેન્ટ કોર્સીસ ની ટ્રેનીંગ આપીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ ઉડ્ડયન ઉદ્યોગમાં (કેબીન ક્રૂ મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડ ઓપરેશન મેનેજમેન્ટ), હોટેલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલીટી મેનેજમેન્ટ માં ડીપ્લોમાં, સ્નાતક અથવા અનુસ્તાત્ક કક્ષાની ડીગ્રી મેળવી શકે છે. ઉપરોક્ત કોર્સીસમાં થી ગમે તે કોર્સ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી અમે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીએ છીએ જે ભારથીયાર યુનીવર્સીટી જે યુ. જી. સી. પ્રમાણિત છે એ સાથે
સાથે પણ નોંધાયેલ છે.
અમે સહર્ષ જાહેર કરીએ છીએ કે અમે સફળતા પૂર્વક અને ઉદ્યોગ ને સમર્પિત રહી ત્રીજા વર્ષ પ્રવેશી રહ્યા છીએ. અમે નવા સ્થળે પોતાની સંસ્થા શરુ કરવા જઈ રહ્યા છીએ જે સંપૂર્ણ પણે બધાં સંસાધનોથી સુસસ્જિત છે જે ઉદ્યોગ માટે આવશ્યક હોવા જોઈએ. પ્રત્યેક વિભાગ માટે અમે વિષય અને ઉદ્યોગને અનુરૂપ નિષ્ણાંતોની નિમણુંક અમારી ટીમ માં કરી રહ્યા છીએ. આજ સુધી અમારી સંસ્થા માં જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છે અમોએ એમના માટે વિદ્યાર્થીઓને યોગ્ય ફરજીયાત મુકામી સેવા મળી રહે એ માટે અમોએ ઉદ્યોગની નામાંકિત કપનીઓ સાથે કરારો કર્યા છે જેથી વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ જ્ઞાન મળી શકે.
અમે બધા જાણીએ છીએ કે આજે સર્વિસ ઉદ્યોગ ખુબ જ ઝડપ થી વિકસિત થઈ રહેલ ઉદ્યોગ છે એ વાત ધ્યાનમાં રાખી અમે જે વિદ્યાર્થીઓએ એસ. એસ. સી. , એચ. એસ.સી.અને સ્નાતક નું શિક્ષણ
મેળવેલ છે એમના માટે
સર્વિસ પૂરી પાડવાની શરુઆત કરી છે. આવા વિદ્યાર્થીઓ આ કોર્સોમાં થી ગમે તે કોર્સ કરી શકે છે. એવા વિદ્યાર્થીઓ જેમનું અભ્યાસ ચાલુ હોય અથવા નોકરી કરતા હોય એ પણ કોર્સમાં જોડાઈ શકે છે. જે વિદ્યાર્થીઓએ એસ. એસ. સી. પાસ નહિ કર્યું હોય એ પણ વિશેષ આવશ્યકતાઓ પૂર્ણ કરીને જોડાઈ શકે છે. એ સાથે અમે સ્પોકન ઈંગ્લીશ, વ્યક્તિત્વ વિકાસ, સર્વિસ ઉદ્યોગને લગતા માવજત ધરાવતા ટ્રેનીંગ કોર્સોની પણ શરુઆત કરી છે. એ ઉપરાંત ફ્રેંચ ભાષા અને ઈન્ટરવ્યું તકનીકો પણ શીખવીએ છીએ.
ફ્લેમિન્ગોમાં અમારો ઉદ્દેશ્ય નવીનીકરણ, ઉદ્યોગ ને અનુરૂપ ઉચ્ચતમ શિક્ષણ આપવાનો છે. અમે વિદ્યાર્થીઓ ને ઉદ્યોગ ને અનુરૂપ શિક્ષણ આપવા, કૌશલ્ય નું વિકાસ કરવા વચનબદ્ધ છીએ. અમે પુરુષ અને મહિલા વિદ્યાર્થીઓ ને સમાન શિક્ષણ અને તકો આપીએ છીએ જેથી એ ઉદ્યોગ ની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ માંગણી ને સમાન ભાગીદારી થી પૂર્ણ કરી શકે.
અમારો ધ્યેય આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા સભર શિક્ષણ યુવાઓને સર્વિસ ક્ષેત્રમાં આપવાનો છે. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ ને ફક્ત વિષય પુરતું જ્ઞાન આપવાનો નથી પણ એ સાથે વિદ્યાર્થીઓ માં આચરણ અને વહેવાર ના ગુણો પણ ખીલે એ જોવાનો છે જેથી સમાજની જરૂરિયાતો પૂર્ણ થાય અને રાષ્ટ્રના વિકાસમાં પણ ભાગીદાર થઈ શકે. અમારો ઉદ્દેશ્ય છે કે બધાં વિદ્યાર્થીઓ પોતાના કેરિયર ના સ્વપ્નો સાથે ઉંચી ઉડાન ભરે જેની સાથે એ સંકળાયેલ હોય.


#FlamingoAirAcademy #TodaysFactSamachar #Magazine
Comments
Post a Comment