પી.એમ. મોદી પ્રથમ વાર કોઇ મસ્જિદમાં ગયા... જાણો એ સિદી સૈયદ ની મસ્જિદ વિશે ખાસ વાતો



જાપાન ના પ્રધાન મંત્રી શિંજો આબે અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઐતિહાસિક સીદી સૈયદ મસ્જિદ ગયા. આવું પહેલી વાર થયું કે જ્યારે પીએમ મોદી દેશની કોઇ મસ્જિદમાં ગયાં હોય. મોદીએ મસ્જિદમાં જઇને મુસલમાનો ને સાફ મેસેજ આપ્યો છે કે મોદીને મસ્જિદ કબૂલ છે.
મસ્જિદમાં તેમની ઉપસ્થિતી ફક્ત ઔપચારિક્તા કે પ્રતિકાત્મક નહોતી, આખી દુનિયા ની સામે અને ડંકાની ચોટ પર મોદી અમદાવાદની ઐતિહાસિક સીદી સૈયદની મસ્જિદ પહોંચ્યા હતા જ્યાં એમની સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે હતા. આ દરમ્યાન પીએમ ખુદ પોતે શિંજો ના ગાઇડ બન્યાં.
આપને એ વાત જાણીને પરેશાની થશે કે પ્રધાનમંત્રી મોદીને જ્યારે પહેલીવાર દેશની કોઇ મસ્જિદમાં જવાનું થયું. એ પણ ગુજરાત ની મસ્જિદમાં... આમ તો આ બીજો મોકો છે કે જ્યારે પીએમ મોદી કોઇ મસ્જિદમાં જઇ રહ્યાં છે, પરંતુ તે પોતાની વિદેશયાત્રા દરમ્યાન ઓગષ્ટ ૨૦૧૫ માં યુ.એઇ. યાત્રા દરમ્યાન પીએમ મોદી આબુધાબી ની મશહૂર શેખ જાયેદ મસ્જિદમાં ગયા હતા. આ મસ્જિદ સઉદી અરબનાં મક્કા અને મદીના પછી દુનિયાની સહુથી મોટી મસ્જિદ છે.
એક સાથે બે પ્રધાનમંત્રીઓનું આ મસ્જિદમાં જવું, જરૂર એના વિશે કોઇક ખાસ વોતો હશે... હકીકતમાં આ મસ્જિદ ૫૦૦ વર્ષ જૂની છે.
અમદાવાદમાં આવેલ સીદી સૈયદની મસ્જિદ નું નિર્માણ ઇ.સ. ૧૫૭૩માં થયું હતું. જેને ગુજરાતનાં સલ્તનત (૧૪૦૭-૧૫૭૩) ના છેલ્લા સુલ્તાન શમ્સ-ઉર્ફ-દીન મુઝફ્ફરશાહ ત્રીજા ના શાસનકાળ દરમ્યાન નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરતા સલ્તનત નું પતન થઇ ગયું હતું.


મુઝફ્ફરશાહનાં જનરલ સુલતાન અહમદશાહ બિલાલ ઝાજરખાન નાં સહયોગી સીદી સૈયદે આ મસ્જિદ બનાવી હતી. સીદી સૈયદ યમન થી ગુજરાત આવ્યો હતો. તે ગરીબો માટે કામ કરતો હતો. આ સીદી સૈયદે ૧૫૭૨ માં આ મસ્જિદ બનાવવાની શરૂઆત કરી હતી. ઇ.સ. ૧૫૭૩ માં નિર્માણકામ પૂરૂં થયું. આ દરમ્યાન મોગલ શાસક અકબરે મુઝફ્ફરશાહને ગાદી પરથી હટાવી ગુજરાત સલ્તનત પર કબજો જમાવ્યો. ઇતિહાસકારોનું માનવું છે કે મસ્જિદ પૂરી થવા પહેલાં જ ગુજરાત સલ્તનતનું પતન થઇ ગયું હતું, બરબાદ થઇ ગઇ હતી. આટલાં જ માટે એને જોઇને લાગે છે કે કેટલુંક કામ હજુ પણ અધૂરું છે.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે