પાયોરિયા - આજ કાલની સામાન્ય સમસ્યા
જો તમારા માટે દાંત મહત્વપૂર્ણ હોય તો તમને સમગ્ર જીવન દરમિયાન એની સંભાળ લેવાની જરૂર છે.


મોઢા માંથી લોહી આવું ,મોઢા માંથી દુર્ગધઆવવી અને દાંત હલવા લાગવા એ મોઢાની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા પેરિઓડોન્ટિટિસ તરીકે ઓળખાય છે.જે ને લોકો પાયોરિયાના નામે ઓળખે છે.પાયોરિયાએ દાંત અને આજુ-બાજુના પેઢાનો ચેપીરોગ છે જે ને કારણે પેઢાનબરા પડી જાય છે એન્ડ દાંતનું હાડકું ઘસાઈ જાય છે. શરૂઆતનો પાયોરિયાબ્રશ અને બીજી મોઢાની કારજી રાખીને બચાવી શકાય છે. પણ જયારે દાંત એની જગ્યા પર થી હલવાનું ચાલુ થઇ પછી અને બચાવું થોડુ ંમુશ્કિલ થઇ જાય છે.પણ પાયોરિયાની સારવારથી પાયોરિયાસા રોકી શકાય છે.
ત્રણ પ્રકાર ની પાયોરિયા ની બીમારીઓ હોય છે જેમાં,
દીર્ઘ કાલીન પાયોરિયાઃ
લાંબા સમયે થતો પાયોરિયાૃ જે ખુબ જ સામાન્ય હોય છે અને એ દાંતની છારી ના કારણે થાય છે.
આક્રામક પાયોરિયા : નાની ઉંમરે થતો પાયોરિયા
આ વારસાગત હોય છે અને જો યોગ્ય રીતે ધ્યાન આપવામાં નહીં આવે તો એ જલ્દી થી દાંત ના હાડકાં અને દાંત ને પાડી દે છે.
નેકરોટાઈઝીંગ પાયોરિયાની બીમારીઃ
આ પેઢા ના મૃત્યુ સમાન છે, દાંત ના સાંધાઓ, ઓછા લોહી ના લીધે હાડકાં નબળાં બને છે. કેન્સર, એચ. આઈ. વી., કુપોષણ, ચેપ જેવી બીમારીઓ જેના લીધે રોગ પ્રતિકારિતા ઘટી જાય છે એની સાથે જોડાયેલ છે.
દીર્ઘકાલીન પાયોરિયા (પેરિઓડોન્ટિસ્ટ)ઃ
પાયોરિયા નો સૌથી સામાન્ય પ્રકાર છે. જેના લીધે પેઢા માં સોજો, પેઢામાં લાલાશ થાય છે. જો એની અવગણના કરવામાં આવે તો એનાથી કુમળા ટીસ્યુ અને હાડકાં નું નાશ થાય છે. પેઢા દાંત માં થી પાછળ ખેંચાય છે જેથી દાંત નબળાં બને છે અને છેવટે પડી જાય છે.
દીર્ઘકાલીન પાયોરિયા નું પ્રાથમિક કારણ મોઢા નું નબળું સ્વાસ્થ્ય છે. સમય જતા સડો બને છે અને એનાથી પાયોરિયા થાય છે. એની શરુઆત ત્યાર થી થાય છે જયારે સડો દાંત ઉપર જામી જાય છે.
સડા ના નિર્માણ માટે બધા જોખમ હેઠળ છે. જયારે પણ તમે કઈ સ્ટાર્ચ વાળા અથવા ગળ્યા પદાર્થો ખાવો છો ત્યારે આ પદાર્થો બેક્ટેરિયા ના સંપર્ક માં આવે છે જે પહેલે થી મોં માં હાજર હોય છે. નિયમિત બ્રશ કરવાથી સડા ના ઉત્પાદન ને નોંધપાત્ર રીતે રોકી શકો છો અને ડોક્ટર પાસે નિયમિત જવાથી જો થોડો સડો પણ ભેગું થયું હોય તો એને દુર કરી શકાય છે અને વધુ ફેલાતો રોકી શકાય છે.
સડો અને ટારટાર ઉત્પન્ન થવાથી જીન્જીવીતીસ થાય છે જે પેઢાના રોગો માં નો ખુબ જ હળવો રોગ છે. એના લીધે દાંત ની પાસે ના પેઢામાં સોજો અને બળતરા થાય છે. નિયમિત દાંત ની સંભાળ રાખવાથી જીન્જીવીતીસ ને રોકી શકાય છે. જો કે એ તરફ બેદરકારી રાખવાથી પાયોરિયા થવાની શક્યતા વધી જાય છે.
જયારે આવું થાય છે ત્યારે પેઢા અને દાંત ની વચ્ચે પોકેટ બને છે અને એમાં સડો, પ્લેક, બેક્ટેરિયા ઉમેરાય છે. સમય જતા પોકેટ ઉંડા થાય છે અને વધુ માં વધુ બેક્ટેરિયા થી ભરાતા જાય છે જેના લીધે કોમળ ટીસ્યુ ને અને હાડકાં ને નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે તમારે દાંત ગુમાવવાનો વારો આવે છે અને તમારા શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને ઘટાડે છે જેના લીધે તમને અન્ય રોગો નો પણ સામનો કરવો પડે છે.
પાયોરિયાના લક્ષણો જેમાં,
। દાંતો વચ્ચે જગ્યા થવી, પેઢામાં સોજો
। પેઢા ઘેરાં લાલ, કાળાશ ધરાવતા લાલ, જાંબુડિયા થવા
। નબળાં પેઢા
। પેઢામાં થી લોહી નીકળવું
। પેઢા પાછળ ખેંચાવા
। ખરાબ દુર્ગધ
। ચાવતી વખતે દુઃખાવો થવો
। દાંત અને પેઢા વચ્ચે પસ થવી
। દાંત નબળાં થવા
। મોમાં દાંતની સ્થતિ માં પરિવર્તન થવું
પાયોરિયાની સારવાર ૨ ભાગમાં કરવામાં છે.
૧ઃ પેહલાચેપનુંરોકવાનુંકામ.
૨ઃ અને પછી આ ચેપના કારણેજ નુકશાન થયુ છે અને સુધારવા ન ુંકામ.
બધા કીટાણુ બરાબર સાફ કરવામાં આવે અને ચેપ દૂર કરવાની ક્રિયા કરવામાં આવે તો જપાયોરિયાની સારવાર નો ફાયદો થાય છે.
જામીગયેલી છારીબ્રશથી દૂર થતો નથી અને માટે દાંત સાફ કરવાની સારવાર કરવી પડે છે, આ સારવારથી દાંતની ચારી નીકળી જાય છે.
દાંતની સફાઈ ની જોડે દવા આપવામાં આવે છે આ દવામાં મો ઉથવોશ એન્ડ મોઢામાં લગાડવાનો મલમ આપવામાં આવે છે.આ દાંતની સફાઈ કરીયા પછી ઘરે પણ દાંતની સફાઈ જરૂરી થઇ જાય છે.
તેથી ઘરે ૨ વારબ્રશકરવું , તમારા ડોક્ટરપાસે ૬ મહિને બતાવા માટે જવુ. ન્ન્ે તમને સિગરેટપીવાની ટેવ હોય તો તમારે આ ટેવ બંધ કરવી ફરજીયાત છે. બીજી કોઈ તમાકુ ખાવાની ટેવ હોય તો આ પણ છોડવી જરૂરી છે. એના માટે તમારા ડોકટર તમને તે મંજન આપે આ વનિયમિય પણે વાપરવું,પાયોરિયાની સારવારથી દાંતને બચાવી સકાય છે અને દાંત તથા પેઢા મજબૂત બનાવી સકાય છે.
Comments
Post a Comment