પંકજ અડવાણીના નેતૃત્વમાં પાકિસ્તાનને હરાવી ભારતે સ્નૂકર ટીમ વર્લ્ડ કપ જીત્યો

દોહા, તા.૩
પંકજ અડવાણી અને મનન ચંદ્રાની જોડીએ શનિવારે પ્રથમ આઈબીએસએફ સ્નૂકર ટીમ વિશ્વકપ જીતી લીધો છે. તેમણે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું. શરૂઆતમાં ભારતીય જોડી પાછળ ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે થયેલા બેસ્ટ ઓફ ફાઈવ ફાઈનલમાં ૦-રથી પાછળ પડ્યા બાદ ભારતે ત્રીજા ફ્રેમમાં પણ ૦-૩૦થી પાછળ હતું. ચંદ્રાએ ત્યારબાદ ૩૯ના બ્રેક સાથે ભારતનું પુનરાગમન કરાવ્યું અને પછી અડવાણીએ શાનદાર પ્રદર્શન કરતા ફ્રેમ ભારતના ખાતામાં નાખી દીધું. ચોથા ફ્રેમમાં બાબર મસીહ વિરૂદ્ધ ૧-ર૦થી પાછળ રહેતા અડવાણી મુશ્કેલીમાં હતો. પણ ત્યારબાદ તેણે ૬૯ના શાનદાર બ્રેક સાથે ભારતને ર-રથી બરાબરી પર લાવી દીધું પછી પાંચમા અને નિર્ણાયક ફ્રેમમાં ચંદ્રા અને મો.આસીફ વચ્ચે ઘણા અપ્સ-ડાઉન જોવા મળ્યા પણ ભારતીય ખેલાડીએ મહત્ત્વના સમયે ધૈર્ય જાળવી રાખી વિજય મેળવ્યો.
ફાઈનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી. બાબરે પ્રથમ ફ્રેમમાં ચંદ્રાને સરળતાથી ૭૩-ર૪થી હરાવ્યો જ્યારે આસિફે અડવાણીને આકરા મુકાબલામાં ૬૧-પ૬થી હરાવી પાકિસ્ત્નને ર-૦ની લીડ અપાવી ડબલ્સ મેચમાં અડવાણી અને ચંદ્રાએ ૭ર-૪૭થી જીત મેળવી પુનરાગમ કર્યું અને પછી આગામી બંને સિંગલ ફ્રેમ પણ જીતી ટાઈટલ જીતી લીધું. આ જીત સાથે અડવાણીના વિશ્વ ટાઈટલની સંખ્યા ૧૯ થઈ ગઈ છે.
Comments
Post a Comment