રિસર્ચ : નમક ખાવાનું ઓછું કરો નહીંતર થઇ શકે છે આ ગંભીર બિમારી...



નમક વગર ખાવાનું ભોજન અધુરું લાગે છે. એ તો બધાં જ જાણે છે, આ ઉપરાંત નમક આપણી તંદુરસ્તી માટે જરૂરી પણ છે. કેમકે એ શરીરમાં કેટલીયે પ્રકારની આવશ્યકતાને પૂરી કરે છે. ડોક્ટર્સ પણ એ જ સલાહ આપે છે કે નમક નું સેવન જરૂર થી કરવું જ જોઇએ.

આ સિવાય નમક કેટલાંયે પ્રકારનાં રોગોથી પણ બચાવે છે, પરંતુ તેની એક મર્યાદા હોય છે. વધારે પડતું નમક ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યા ઊભી થાય છે, આપને ખબર છે કે બ્લડપ્રેશર જ નહીં બલ્કે એક બીજી પણ ગંભીર બિમારી નો ખતરો રહે છે.

હાલમાં જ થયેલ એક રીસર્ચ માં એ વાત સામે આવી છે કે વધારે નમક ખાવાથી ડાયાબિટીઝ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. દિવસભરમાં જો ૨.૫ ગ્રામ થી વધારે નમક ખાવામાં આવે તો ટાઇપ-૨ ડાયાબિટીઝનું જોખમ ૪૩% વધી શકે છે.

સ્વીડન ની ઇંસ્ટીટ્યુટ ઓફ એન્વાયરમેંટલ મેડીસીનમાં થયેલ રીસર્ચ મુજબ એ વાત સામે આવી છે કે જે લોકો આખા દિવસમાં ૭.૩ ગ્રામ સુધીના નમકનું સેવન કરે છે તેમને ડાયાબિટીઝનું જોખમ ખૂબ જ હદ સુધી વધી જાય છે.


     હકીકતમાં નમક રહેલું સોડિયમ ની સીધી અસર ઇન્સ્યુલીન સ્ત્રાવ પર પડે છે. આજ કારણે હાઇબ્લડપ્રેશર અને વજન વધારાની સમસ્યાઓ ઉદ્‌ભવે છે. આનાથી મોટી ઉંમરના વ્યક્તિઓમાં લેટેંટ ઓટોઇમ્યૂન ડાયાબિટીઝ નો ખતરો વધી જાય છે. રીસર્ચર નું કહેવું છે કે સોડિયમની અસરથી લેટેન્ટ ઓટોઇમ્યૂન ડાયાબિટીઝ નું જોખમ દરરોજ એક ગ્રામ સોડિયમ પર ૭૩% સુધી વધી જાય છે. આથી જેટલું બને એટલું લીમીટ માં જ નમક ખાવું જોઇએ.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે