સાહિલ ખાન : Sahil Khan


બોલિવુડ અભિનેતા | યુથ આઇકોન | ફિટનેસ આઇકોન


હેલ્થ અને ફિટનેસ ક્ષેત્રમાં બે અવોર્ડ મેળવનાર સાહિલ ખાન આજે સમગ્ર દેશના લોકોમાં આદર અને પ્રેમ મેળવી રહ્યા છે. એમને યુથ આઇકોન નો એ.પી.જે અબ્દુલ કલામ  રાષ્ટ્રપતિ અવોર્ડ મળ્યો છે અને એ સાથે રાજીવ ગાંધી ફિટનેસ એક્સેલેન્સ એવાર્ડ ફિટનેસ આઇકોનનો ૨૦૧૮માં મળ્યો છે.

સાહિલ ખાને પોતાના કેરિયરની શરુઆત ૧૩ વર્ષની  ઉમરેથી કોલકતાથી શરુ કરી હતી. એમણે પોતાની ટ્રેનીંગ જાણીતા બોડી બિલ્ડર શ્રી મનોહર આઈચ જે ભારતના પ્રથમ મી. યુનિવર્સ હતા એમની પાસેથી લીધી હતી. સૌ પ્રથમ એ મુંબઈ બોડી બિલ્ડર બનવા આવ્યા હતા અને બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં નામના અને સ્થાપિત થવાં ઈચ્છતા હતા. જોગાનુજોગે એમને બોલીવુડમાં  ફિલ્મમાં ભૂમિકા મળી હતી.

એમના મતે બોડી બિલ્ડીંગ માટે ખરી અને વ્યવસ્થિત ટ્રેનીંગ અનિવાર્ય છે અને એના માટે કુશળ અને યોગ્ય ટ્રેનર હોવું એટલું જ અનિવાર્ય છે. એ માટે એમણે અંગત ટ્રેનીંગ લીધી હતી.

ઘણાં અનુભવ પછી એમણે  પોતાનું જીમ શરુ કરવા વિચાર કર્યું. એમણે પોતાનું જીવન ફિટનેસને સમર્પિત કર્યું હતું એ માટે આ ક્ષેત્રમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમને જીમના વ્યવસાયમાં ઘણી જ તકો પણ દેખાઈ હતી. પોતાના વ્યવસાય સાથે એ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી એક પ્રકારનું સામાજિક કાર્ય પણ કરી રહ્યાં છે.

સૌથી પહેલા એમણે ચાર વર્ષ પહેલા ગોવાથી જીમની શરુઆત કરી હતી. એના પછી   અમદાવાદ ખાતે ૨૦ હજાર ચોરસ ફૂટ જગ્યામાં લાઈફ ફિટનેસ ના નામથી જીમ શરુ કર્યું જ્યાં વિશ્વસ્તરની સગવડો અને સંસાધનો વસાવવામાં આવ્યા છે. એમણે અહિં ૪૫૦૦ લોકોની  સભ્યો તરીકે નોંધણીનો રેકર્ડ સ્થાપિત કર્યું છે. હવે એ અન્ય શહેરોમાં પણ બ્રાન્ચો શરુ કરવા વિચારી રહ્યા છે. અમદાવાદની જીમ માં એમાં ૧૫૦ મશીનો છે જેમાં ભારતીય અને વિદેશોની પણ મશીનો છે. અહિં ૨૦૦ થી ૨૫૦ વ્યક્તિઓ એક સાથે જીમનો લાભ લઈ શકે છે.  

દેશની ખુબ જ પ્રખ્યાત જાણીતી સંસ્થા આઈ બી. બી. એફ. ના એ બ્રાંડ એમ્બેસેડર છે. શેરુ ક્લાસિકઅને બોડી પાવરકાર્યક્રમોમાં હાજરી થી લોકો મંત્ર મુગ્ધ થયા હતા, લોકો માટે એ ખુબ જ યાદગાર પ્રસંગ રહ્યું અને આજે પણ એમની એક ઝલક જોવા આતુર છે.
એમના મતે બોડી બિલ્ડીંગ અને ફિટનેસ કેળવવા ઘણાં જ સમય અને ધીરજ ની જરૂર છે આના માટે કોઈ શોર્ટ કટ નથી. ખાસ કરી ને એથલેટોએ આ બાબત ધ્યાન માં લેવી જોઈએ. એમણે પોતાની કારકિર્દી ૧૩ વર્ષ ની વયે શરુ કરી હતી અને ૪૩ વર્ષ ની ઉમરે સફળતા ના ફળ ચાખ્યા અને નામના અને પ્રસિદ્ધિ મેળવી શક્યા. એ મુજબ જ દરેક વ્યક્તિએ યોજના બનાવવી જોઈએ દરેક વ્યક્તિએ પોતાના  લક્ષ્ય બાબત સ્પષ્ટ રહેવું જોઈએ.

સાહિલ ખાને ફિટનેસ માટે શિક્ષણ ને ખુબ જ મહત્વ આપ્યું છે. ફિટનેસ ઇન્ડસ્ટ્રી માં ટ્રેનીંગ લીધેલ ટ્રેનરો ને જ મૂકવા જોઈએ. ટ્રેનીંગ ના અભાવ ના લીધે લાભ ના બદલે નુકસાન થઈ શકવાની શક્યતા વધુ છે. જે ટ્રેનરો શિક્ષિત નથી અને સર્ટીફાઈડ નથી અથવા જે લોકો ફક્ત પોતાનું સ્વાર્થ રાખી પૈસા બનાવવા પાછળ પડેલ છે એ લોકો એક પ્રકાર ના નશીલી દવાઓ ના વેપારીઓ જ છે અને ખોટી માહિતી આપી પરિશ્રમ વિના, સમર્પણ ની ભાવના વિના  તરત પરિણામ ની  ગેરંટી આપે છે એવી વ્યક્તિઓ  લોકો સાથે એક પ્રકાર ની છેતરપીંડી જ કરે છે. આની ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. જાગૃતિ ખુબ જ અનિવાર્ય છે. લોકો એ પોતાના સ્વાસ્થ્ય માટે અને ફિટનેસ માટે જાગૃત રહેવું જોઈએ. અમે શોર્ટ કટ પ્રક્રિયા દ્વારા લોકો ના જીવન થી રમી નહીં શકીએ.

સાહિલ ખાને પોતાના પ્રશંસકો અને સમર્થકો નો અભાર માન્યું. જેમના પ્રેમ અને સન્માન ના કારણે આજે એ અહિં સુધી પહોંચી શક્યા છે.     

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે