અવની ફાઈટર વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા બની-Riya Sharma




મહિલાઓ દ્વારા હવાઈ જહાજ ઉડાવવું સામાન્ય વાત થઈ ગઈ છે પણ અત્યાર સુધી ભારતમાં લડાકુ વિમાન કોઈ પણ મહિલાએ ઉડાડ્યુ નહતું. આ સત્ય હાલ જ ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ કર્યું છે.

અસંભવ જેવો શબ્દ હવે ભારતીય મહિલાઓના શબ્દકોષમાંથી ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો છે. આ વાતને હાલમાં જ ર૮ વર્ષની એક ધુરંધર યુવતીએ સાબિત કરી દીધી. અવની ચતુર્વેદીએ ૩૦ મિનિટ સુધી મિગ-ર૧ બિસન એકલીએ ઉડાવીને ભરતીય ઈતિહાસમાં એક નવો અધ્યાય રચ્યો છે. મધ્યપ્રદેશના રિવા જિલ્લાની અવનીએ આ ઉપલબ્ધી ૧૯ ફેબ્રુઆરીએ ગુજરાતના જામનગર એરબેસથી ઉડાન ભરી હાંસલ કરી. તેણી આ ફાઈટર વિમાન એકલી ઉડવનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. વિચારવા જેવી વાત છે કે મિગ-ર૧ બિસનની ઉડાન ભરવા (ટેક ઓફ) અને લેન્ડ કરવાની સ્પીડ દુનિયામાં સૌથી વધારે છે. ૩૪૦ કિ.મી. પ્રતિકલાક એટલે જ આને ઉડાવવું સૌથી મુશ્કેલ માનવામાં આવે છે.


જો કે લડાકુ વિમાન ઉડાવવું સૌથી મુશ્કેલ એટલા માટે માનવામાં આવે છે કે આમાં રદ બાતલની કોઈ પણ તક બાકી રહેતી નથી. અવનીની આ ઉપલબ્ધી પર વાયુસેનાના પ્રવક્તા વિંગ કમાન્ડર અનુપમ બેનરજીનું કહેવું છે. કોઈપણ ફાઈટર પાયલટની  ટ્રેનિંગમાં આ એક મોટું સીમા ચિન્હ હોય છે. આ પ્રથમ અવસર છે જ્યારે કોઈ ભારતીય મહિલાએ એકલા આ લડાકુ વિમાન ઉડાવ્યું છે. આ ભારતીય વાયુસેનાની નારી શક્તિ પ્રત્યે દૃઢ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ બધાને અવની પર ગર્વ છે.


ર૦૧પથી થયેલ નિયમોમાં બદલાવ :-

ભારતીય વાયુસેનામાં ૧૯૯૩થી જ બધા વિભાગો અને શાખાઓમાં મહિલાઓને શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરના રૂપમાં સામેલ કરવામાં આવી રહી છે. સિવાય ફાઈટર સ્ટ્રીમના ઓક્ટોબર ર૦૧પમાં ભારત સરકારની ફાઈટર સ્ટ્રીમ માટે પણ મહિલાઓને અવસર આપવાનો નિર્ણય કર્યો. તેથી ભારતીય વાયુસેના શોર્ટ સર્વિસ કમિશને યોજનામાં સુધારો કર્યો અને પ્રયોગના રીતે પાંચ વર્ષ માટે મહિલાઓને ફાઈટર સ્ટ્રીમમાં સામેલ કરી.

આ ફાઈટર સ્ટ્રીમની પ્રથમ બેચમાં અવનીને ભાવના કંઠ (બેગુસરાય, બિહાર) અને મોહનાસિંહ (વડોદરા, ગુજરાત)ની સાથે ભારતની પ્રથમ મહિલા કોમ્બેટ પાયલટ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ ત્રણેયને ૧૮ જૂન ર૦૧૬એ ભારતીય વાયુસેનાના ફાઈટર સ્કવાડ્રન (લડાકુ દાસ્તા)માં સામેલ કરવામાં આવેલ હતી. તત્કાલીન રક્ષામંત્રી મનોહર પાર્રિકરને આ ત્રણેયને ઔપચારિક રૂપથી ફ્લાઈંગ ઓફિસરના રૂપમાં કમિશન પ્રદાન કર્યું. આ પછીથી આ ત્રણેયની ટ્રેનિંગ સતત ચાલી રહી હતી. અવનીએ છ મહિના સુધી કિરણ ટ્રેનર જેટ યર હાકિમપેટમાં પ્રશિક્ષણ લીધું અને પછી એક વર્ષ સુધી બિદર એયરબેસમાં અત્યાધુનિક ઉન્નત હોક એડવાન્સ જેટ ટ્રેનર પર અત્યંત કડક ટ્રેનિંગ પ્રાપ્ત કરી.


કલ્પના ચાવલાથી પ્રેરણા મળી :-

એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછેર કરનાર અવનીની આ સફળતામાં તેમના પરિવારની પણ અહમ ભૂમિકા રહી છે. અવનીને ફાઈટર પાયલટ બનવાની પ્રેરણા પોતાના ભાઈથી મળી, જે સેનામાં છે તેમના કાકા પણ સેનામાં છે ત્યાં તેમના એન્જિનિયર પિતા દિનકર ચતુર્વેદી તેમને બાળપણથી પ્રેરણાદાયક વાર્તાઓ અને પ્રસંગો સંભળાવતા હતા. આનો અવનીના મન પર ઘણો પ્રભાવ પડતો હતો. અવની ખાસ કરીને કલ્પના ચાવલાની વાર્તાઓથી ખૂબ જ પ્રેરિત થઈ જ્યારે સ્પેસ શટલ દુર્ઘટનામાં કલ્પના ચાવલાની મૃત્યુ થઈ તો અવનીને ખૂબ જ દુઃખ થયું અને આકાંક્ષા જાગૃત થઈ કે કદાચ તે પણ કલ્પના ચાવલા જેવું કંઈક કરી શકી અને પોતાના દેશનું નામ રોશન કરી શકતી. આજે અવનીની આ ઉપલબ્ધીએ ભારતને બ્રિટન, અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશોની સમાન લાવી ઊભું કરી દીધું છે જ્યાં મહિલાઓ પણ ફાઈટર જેટ ઉડાવે છે. અવનનીની પ્રાથમિક શાળાનો અભ્યાસ મધ્યપ્રદેશના શરડોલ જિલ્લાના એક નાના શહેર દેવલોન્ડમાં થયો. પછી તેમણે રાજસ્થાનના બનસ્થલી વિદ્યાપીઠથી કોમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અવનીને રમતોમાં પણ ખૂબ જ રસ છે. તેણી ટેબલ ટેનિસ અને ચેસ રમે છે અને તેણીને પેન્ટિંગ કરવી તથા સ્કેચ બનાવવું પણ સારૂં લાગે છે. વાયુસેનામાં ભાગ લેતા પહેલાં તેણે થોડો સમય માટે આઈબીએમ કંપનીમાં નોકરી પણ કરી હતી. એક રસપ્રદ તથ્ય આ છે કે અવનીની માતા અંગે અને તે એરફોર્સમાં જવા તેમને ત્યારે જાણ થઈ જ્યારે તેમની પસંદગી થઈ ગઈ હતી. આના પહેલાં તેમની માતાને કંઈ ખબર જ ના હતી.



મહિલાઓ માટે કંઈ પણ મુશ્કેલ નથી :-

અવની માને છે કે મહિલાઓ માટે કંઈ પણ કામ મુશ્કેલ નથી. જો તમે જાગૃત છો અને મનમાં પોતાને સાબિત કરવાની ઈચ્છા છે તો તમારૂં દરેક સ્વપ્ન પૂર્ણ થશે. જો લડાકુ વિમાન ઉડાડવાની વાત છે તો અવની માને છે કે બધું તમારા નિર્ણય લેવાની ક્ષમતા અને તમારા ફ્લાઈંગ કૌશલ્ય પર નિર્ભર છે. અવની હંમેશા આકાશ આંબવા માંગતી હતી અને તેમણે પોતાના આ સ્વપ્નને પોતાની દૃઢ ઈચ્છાશક્તિના લીધે સાકાર પણ કરી લીધું. અવનીને ફાઈટર પાયલટ બનવાની કેટલી ઈચ્છા હતી. તેની આ વાતથી જ સમજી શકાય છે કે એરક્રાફ્ટ ઉડાવાની બુનિયાદી વાતો શીખવા માટે તેમણે પોતાની કોલેજમાં પણ ફ્લાઈંગ કલબ જોઈન્ટ કર્યું હતું. આજે એ દેશની અસંખ્ય યુવતીઓ માટે આદર્શ બની ચૂકી છે તો પણ તેમને આ વાતનું કોઈ ઘમંડ નથી. પોતાની આ અસાધારણ સફળતા પર અવની કહે છે. મને કંઈક પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. આપણે ત્રણેય હજુ ટ્રેનિંગથી પસાર થઈ રહ્યા છે. આપણે આપણું સર્વશ્રેષ્ઠ દેવાની કોશિશ કરી રહ્યા છે. જહાં ચાહ, વહાં રાહ. જો તમે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છો તો તેને સાકાર કરવા માટે કામ કરો છો તો સારા માર્ગો તમારા માટે પોતાની મેળે જ ખુલતા રહેશે.


Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે