ભેટ આપવાની વસ્તુઓનાં વેપારમાં તેજી : Gift

“ગીફ્ટ” માર્કેટ ભારતમાં ઝડપથી લાક્ષણિક રીતે તેની સીમાઓ વધારી રહ્યું છે. ભેટ આપવા લાયક વસ્તુઓનું બજાર ૩૦ બિલિયન છે. જેમાં ડીજીટલ વસ્તુઓનું ૪૦૦ મિલિયનનું છે. તે વસ્તુઓનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરીએ તો તહેવારોના ઉપહારમાં ૭.૫ બિલિયન ડોલર, વ્યક્તિગત ઉપહાર ૨૦ બિલિયન ડોલર અને કોર્પોરેટ ગીફ્ટ ૨.૫ બિલિયન ડોલરનું છે.
“ટેકનોપેક” જે ભારતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. તેમના મતે ભારતમાં વ્યક્તિગત અને કોર્પોરેટ ગીફ્ટ બંને મળીને ૨૦૧૭ માં રૂા. ૨,૫૦,૦૦૦ કરોડ છે. આમાં કોર્પોરેટ (ઉદ્યોગ અને વેપાર) માં ઉપહાર ના બજારનું અંદાજ ૧૨,૦૦૦ કરોડ છે જે ૨૦૦% પ્રમાણે વિસ્તરી રહ્યું છે.
ભારતીય ગ્રાહકના બદલાતા મૂલ્યાંકનોથી બજારમાં પરિવર્તન આવી રહ્યું છે, આ ગ્રાહકોમાં નવી નવી વસ્તુઓ ખરીદવાનું વલણ એ ચાવીરૂપ ભૂમિકા નિભાવી રહ્યું છે.
આર્થિક પ્રગતિ વધતી આવક અને બદલાતું જીવનધોરણ. વૈશ્વિક પ્રવાહો અને ઉપહાર આપવાની વૃત્તિથી આમૂલ પરિવર્તન આવ્યું છે.
ઉપહારના બજારના વિસ્તૃતિકરણ માટેના પરિબળો :
(૧) ભારતીય ગ્રાહકની ભેટ આપવાની શક્તિ :
પૈસાથી બધું ખરીદી શકાય છે પરંતુ વ્યક્તિગત સંબંધો નહીં. ભારતીયો તેમની પ્રેમાળતા માટે પ્રખ્યાત છે અને પોતાના મિત્રો, સગા-સંબંધીઓ અન વ્હાલાં લોકો સાથે સંબંધો સાચવવા ગમે તે હદે જઇ શકે છે. ભારતીય ગ્રાહકોના આ પ્રેમને કારણે આ સંવેદનશીલતાને કારણે “ગીફ્ટ બજાર” તેજીમાં છે. લોકો ઉપહાર આપવા માટે કોઇ બજેટ નથી બનાવતા. ભારત એ વૈવિધ્યસભર ઉત્સવોનો દેશ છે. વિવિધ ઉત્સવોને કારણે વિવિધ અવસરોને ઉજવવામાં આવે છે. અને ઉપહારનું આદાનપ્રદાન કરવામાં આવે છે. રક્ષાબંધનમાં અપાતી ભેટો દિપાવલીના તહેવારોમાં નથી અપાતી.
(૨) અનંત વિકલ્પો :
ઇ-કોમર્સ, ઓનલાઇન શોપીંગ માં ઉત્પાદકો ભેટોની સોગાદનો વરસાદ કરી દે છે. ભેટ આપવામાં કોઇ મર્યાદા નથી. કોઇ ફૂલોથી, કોઇ કેકથી અથવા કોઇ ચોકલેટની ભેટો આપે છે. ઉપહાર આપવા માટેની ખાસ દુકાનોની શ્રૃંખલા છે. જેમાં યાદગાર ભેટ આપવા લાયક વસ્તુઓ મળી રહે છે. વધુમાં ભેટ આપવાનું વલણ એ કુટુંબના સભ્યો અથવા ઓફીસના સહ કર્મચારીઓ પૂરતું મર્યાદિત નથી. કેટલીક બ્રાન્ડેડ કંપનીઓ ગીફ્ટ કૂપનો ઉપહારના વેપારને વેગ આપવા વહેંચે છે.
(૩) ચોક્કસતા :
ઉપહારના ઉત્પાદનોની સમૃદ્ધિમાં શંકાને સ્થાન નથી કે તેઓ ગ્રાહકના સંતોષને પ્રાધાન્યતા આપે છે તેઓ ખૂબ જ મહેનત કરે છે અને પોતાના વેપાર પ્રતિ પ્રતિબધ્ધ રહી ન્યાય આપવાની કોશિશ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે તેઓ જે જોખમ લઇ રહ્યા છે તે તેમના પ્રયત્નો થકી સર્વોત્તમ બનશે.
જ્યારે કેટલાંક ફૂલોનો “પુષ્પગુચ્છ”, કેક અથવા ચોકલેટના બોક્ષનો ઓર્ડર કોઇના માટે તેના જન્મદિન માટે આપે તો ગીફ્ટ કંપની તેને સમયસર ડીલીવરી આપશે. કારણ કે જો મોકો નીકળી જાય તો તેવી ગીફ્ટની કોઇ કિંમત રહેતી નથી. તેઓ ચોક્કસ રીતે જરૂરિયાતો પૂરી કરે છે. તેથી આ બજાર વિસ્તૃત થઇ રહ્યું છે.
#TodaysFactSamachar #Todays #Fact #Samachar #Magazine #PlayStore #Download #App #Android #Gujarati #Monthly
Comments
Post a Comment