બાળકોમાં ગેમિંગ ડિસ્ઓર્ડર બિમારી : Gaming disorder illness in children
દરરોજ કલાકો સુધી ઓનલાઇન ગેમ ખેલનાર બાળકોમાં સમસ્યા...
જુનમાં વિશ્વ આરોગ્ય સંગઠને તેની વધતી જતી આદતના કારણે ગેમિંગ ડિસ્ઓર્ડરને બિમારી તરીકે ઘોષિત કરીને નવી ચર્ચા જગાવી હતી

આધુનિક સમયમાં ઓનલાઇન વિડિયો ગેમની ટેવના કારણે કિશોરોમાં માનસિક વિકારની સ્થિતી ઉભી થઇ ગઇ છે. રાતભર ઓનલાઇન વિડિયો ગેમ રમવાની બાબત પણ ખતરનાક સંકેત આપે છે. ગેમમાં હારવાનો ભય અને સાથે રમી રહેલા લકોને હરાવવા માટેના ઝનુનના કારણે સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. આ ટેવ અને ઝનુન ક્યારેય બિમારીમાં ફેરવાઇ જાય છે તેની કોઇને ખબર પડતી નથી. હાલમાં જ કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં આ મુજબની ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. દરરોજ ૧૨ કલાકથી વધારે સમય સુધી ઇન્ટરનેટ પર રોજ વિડિયો ગેમ રમનાર મિશિગન નિવાસી ડેબી ટિનીના ૧૭ વર્ષના પુત્રને હવે સારવાર આપવાની ફરજ પડી રહી છે. તે દિન રાત વિડિયો ગેમ રમતો હતો. તેની હમેંશા જીત થાય તે માટે તે સતત રમતો રહેતો હતો. તેની સ્કુલમાંથી પણ વ્યાપક ફરિયાદ આવવા લાગી ગઇ હતી.
કારણ કે તે સ્કુલમાં સુઇ જતો હતો. તેના ગ્રેડ્સ પણ દિન પ્રતિદિન ગબડી રહ્યા હતા. ડેબીના કહેવા મુજબ તેના લાખ પ્રયાસ છતાં પુત્રમાં કોઇ સુધારા થઇ રહ્યા ન હતા. ડેબીના પુત્ર કારસનની વિડિયો ગેમ રમવાની તક છુટી રહી ન હતી. તે હેરાન હતી કે કઇ રીતે કોઇ વિડિયો ગેમ બાળકને આ હદ સુધી તેના સકંજામાં લઇ શકે છે. આખરે તેને સારવાર માટે પુનવસવાટ કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી. ફોર્ટનાઇટના નિર્માતાએ ગેમની લોકપ્રિયતાને ટાંકીને રોકાણકારો પાસેથી ૧૨૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. નિર્માતા અને રોકાણકારોનુ કુલ રોકાણનો આંકડો આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જુનમાં વિશ્વ આરોગ્ય સંગઠને આની ગંભીર નોંધ લીધી હતી અને આને ગેમિંગ ડિસ્ઓર્ડર બિમારી તરીકે જાહેર કરીને વિશ્વમાં નવી ચર્ચા જગાવી હતી.
આના કારણે મોટી સંખ્યામાં વાલીઓ અને માતા પિતા સાવધાન પણ થયા હતા.બાળકોના નિષ્ણાંત તબીબો કહે છે કે આ બિમાર ગંભીર સંકેત આપે છે. બાળકોને ઓનલાઇન ગેમથી દુર રાખવામાં આવે તે જરૂરી છે. બાળકોના નિષ્ણાંત મનૌચિકિત્સક રેડી કુલમેને કહ્યુ છે કે બાળકો પર તેની ગંભીર અસર થઇ રહી છે. બાળકો પર એસર એટલી હદ સુધી થઇ રહી છે કે તેમના માતાપિતાને બાળકોને પુનવસવાટ કેન્દ્રમાં લઇ જવાની ફરજ પડી રહી છે. કાઉન્સિંગમાં બાળકોને લઇ જવાની ફરજ પડી રહી છે. સમર કેમ્પ ચલાવનાર માઇકલ જેક્બ્સે કહ્યુ છે કે કેમ્પમાં આવેલા બાળકો પૈકી ૬૦ ટકા બાળક વધારે પડતી ઓનલાઇન ગેમ રમનાર હતા.
ઓનલાઇન ગેમ્સ તરફ બાળકોની સાથે સાથે તમામ લોકો આકર્ષિત થઇ રહ્યા છે. પ્રોફેશનલ એથલીટ અને અન્ય ખેલના ખેલાડી પણ આની તરફ આકર્ષિત થયા છે. કેનેડાના વૈક્યુવર હોકી લીગના કેટલાક ખેલાડી હાલમાં પ્રેકટીસ પર ધ્યાન આપી રહ્યા ન હતા. બજી બાજુ બેઝબોલના ખેલાડી વધારે સમય સુધી ઓનલાઇન વિડિયો ગેમ રમવાના કારણે હાથમાં દુખાવો ધરાવે છે.
હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા બ્લુમબર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ. કે બાળકોમાં ઓનલાઇન ગેમિંગ ટેવ ચિતાજનક રીતે વધી રહી છે. આધુનિક સમયમાં મોબાઇલ ફોન તમામ લોકોની પાસે છે. આવી સ્થિતીમાં નેટ પર તમામ ફોનમાં ઉપલબ્ધ હોય છે. જેથી બાળકો આ તક ઝડપી લે છે. જે લોકોના ઘરમાં એક કરતા વધારે ફોન છે તેવા લોકોના ઘરમાં બાળક ઓનલાઇન ગેમ વધારે રમતા રહે છે. જેના કારણે ગેમિંગ ડિસ્ઓર્ડરની તકલીફ વધી રહી છે. બાળકોને આ ટેવથી દુર રાખવા માટે કેટલાક પગલા લઇ શકાય છે. જેના ભાગરૂપે બાળકોને અને મોટી વયના લોકોને ઓનલાઇન ગેમિંગથી બચાવી શકાય છે. માસુમ બાળકોને લાંબા સમય સુધી મોબાઇલ આપવા જોઇએ નહીં. નિષ્ણાંતો કહે છે કે બાળકોને મોબાઇલ આપતી વેળા તેઓ શુ જોઇ રહ્યા છે તેના પર નજર રાખવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત તેમને ચોક્કસ કલાક સુધી જ મોબાઇલ આપવાની જરૂર હોય છે. બીજી બાજુ ઓનલાઇન ગેમ કારોબાર સાથે જોડાયેલી કંપનીઓ એકથી એક ઓનલાઇન ગેમ બનાવી રહી છે. જેના તરફ તમામ વયના લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. તમામ લોકોને આકર્ષિત કરવા માટે નવી નવી ગેમ લાવવામાં આવતી હોવાના લીધે બાળકો અને અન્ય મોટી વયના લોકો આની તરફ આકર્ષિત થયા વગર રહી શક્યા નથી.
વિડિયો ગેમમાં ભારત આગળ
ઓનલાઇન ગેમિંગના ફેલાવાની વાત કરવામાં આવે તો અમેરિકા બાદ ભારત આ યાદીમાં બીજા સ્થાન પર છે. ઓનલાઇન ગેમના મામલે ભારતમાં લોકોની સંખ્યા ખુબ મોટી રહેલી છે. વિશ્વના ટોપ પાંચ દેશોની યાદીમાં ભારત પણ સામેલ છે. ભારતમાં ઓનલાઇન ગેમ રમનારની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે. ભારત બીજા સ્થાને છે. ભારત બાદ ક્રમશ ચીન, બ્રાઝિલ અને રશિયાન સમાવેશ થાય છે. આ ટોપ પાંચ દેશમાં જ દુનિયાના ૫૦ ટકા ગેમિંગ સેશન ચાલી રહ્યા છે.
દુનિયાભરમાં ઓનલાઇન ગેમ ખેલનાર લોકોમાં અમેરિકામાં સંખ્યા સૌથી વધારે છે. અમેરિકાનુ આમાં યોગદાન ૨૦ ટકાનુ અને ભારતનુ ૧૩ ટકાનુ રહ્યુ છે. વર્ષ ૨૦૨૧ સુધી ભારતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનુ કદ ૩૦ કરોડ યુઝર્સની સાથે ૭૦ અબજ રૂપિયા સુધી પહોંચી જશે.ભારતમાં યુઝર વધવા માટેના કેટલાક કારણો રહેલા છે. પ્રતિદિન કલાકો સુધી ઓનલાઇન ગેમ રમીને કેટલાક યુવાનો અને બાળકો ભારે પરેશાન રહે છે. કારોબારમાં વધારો થવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. એકબાજુ કંપનીઓ જુદા જુદા આકર્ષક ગેમ ઓનલાઇન રમી શકાય તેવા લાવી રહી છે. બીજી બાજુ તમામ લોકો સુધી ઇન્ટરનેટ સરળતાથી પહોંચે છે. તમામ લોકો સારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા લાગી ગયા છે.
Comments
Post a Comment