ઝડપથી આવી રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કોકોનટ લાડવા...



રેસીપી ડેસ્ક : કેટલીક વાર થાય છે કે વગર જણાવ્યે મહેમાનો આપણા ઘરે આવી ચડે છે. જેના કારણે તેમની મહેમાન ગતિમાં કમી રહી જાય છે. આપણે બરાબર રીતે તૈયારી પણ નથી કરી શકતા, કે ના તો બજારમાંથી લાવવાનો સમય રહે છે. સમઝમાં નથી આવતું કે ઓછા સમયમાં શું બનાવવું... આવો, આપને એવી રેસીપી બતાવીએ છીએ કે જેને આપ ફક્ત અડધા કલાકમાં તૈયાર કરી શકો છો.

સામગ્રી :
એક બાઉલ છીણેલું નારીયેળ, અડધો બાઉલ કન્ડેન્સ્ક મિલ્ક, ગાર્નીશીંગ માટે કાપેલી બદામ
રીત :

સૌથી પહેલાં એક મોટા બાઉલમાં નારિયળનું છીણ લો. ત્યારબાદ તેમાં કંડેન્સ્ડ મિલ્ક ઉમેરો. સારી રીતે મિક્સ કરીને, જો દૂધ ઓછું પડે તો વધારે નાંખો. એ વાતનું ધ્યાન રાખો કે વધારે પડતું ઢીલું ના થઇ જાય. મિક્સ કર્યા પછી હાથ વડે લાડવા આકાર ના બનાવી લો. તેને અડધા કલાક માટે ફ્રિઝમાં રાખો. અડધા કલાક પછી બહાર કાઢીને બદામથી ગાર્નીશ કરીને સર્વ કરો.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે