સાઇબર ફ્રેન્ડશીપ બની શકે છે ખતરનાક, આ ૬ સાવધાની રાખવાથી સુરક્ષિત રહો...

ચાલો, શરૂઆત કરીએ ૨૦૧૨ માં સામે આવેલ રેપના એ કેસથી, જેણે એ સમયે ખૂબ જ ચર્ચા જગાવી.
મુંબઇની એક પરિણિત મહિલા ની સાથે તેના ઓનલાઇન ફ્રેન્ડે બળાત્કાર કર્યો. ખાડીના દેશોમાં કામ કરવાવાળા બે આરોપીઓએ એક મહિલા સાથે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર દોસ્તી કરી.
કેવી રીતે આવી સાઇબર બદમાશોનાં સકંજામાં -
મહિલા બ્યુટીપાર્લરના કામમાં નિષ્ણાંત હતી. ઓનલાઇન ફ્રેન્ડે તેને જોબ આપવાની જાળમાં ફસાવીને એક જગ્યાએ ઇન્ટરવ્યુ માટે બોલાવી, આ જ જગ્યાએ મહિલા સાથે બળાત્કારની ઘટના ઘટી. મહિલાએ આ વાત એના પરિવાર સામે પણ ના કહી પરંતુ જ્યારે આરોપી અશ્લીલ વીડિઓ દ્વારા તેણીને બ્લેકમેલ કરવા લાગ્યા તો મહિલાએ મૌન તોડ્યું.
આ પૂરી ઘટનમાં મહિલાએ જે સહન કહ્યું હશે તેનો થોડોઘણો અહેસાસ આપણને પણ થાય છે. કેવી રીતે પોતાની જાતને અજાણ્યા વર્ચ્યુઅલ દોસ્તોથી સુરક્ષિત રાખવી તે પણ એક મોટો પ્રશ્ન છે.
કેટલાંક બેહદ ગંભીર સવાલ -
આપનાં કેટલા દોસ્ત છે ? આંગળીના વેઢે ગણાય એટલા ? આમની પર ભરોસો મૂકવો ખતરારૂપ છે. શું આપે ક્યારેય વિચાર્યું કે આપે સમજ્યા કર્યા વગર વર્ચ્યુઅલ (મોબાઇલ) ફ્રેન્ડ કેટલાં બનાવ્યા છે ?
સંખ્યા એટલી બધી છે કે ના તો આપને નામ યાદ છે કે ના તો આંગળીને વેઢે ગણી શકો છો. ભરોસાની તો વાત જ ક્યાં છે ? કેમ કે શાયદ આ દોસ્તોએ પોતાનું સાચું નામ નહીં બતાવ્યું હોય. ઇન્ટરનેટ ના વિભિન્ન પ્લેટફોર્મ પર જો આપે પણ અસંખ્ય મિત્રો બનાવ્યા હોય તો આપની સુરક્ષા ની પણ વ્યવસ્થા કરો. કારણ કે આગળ જે થશે તે ખૂબ જ ભયાનક હોઇ શકે.
શું હોય છે મળવાના બહાના ?
ઓનલાઇન ફ્રેન્ડ્સ કેટલાંક જ દિવસો બાદ આપની ઉપર મળવાનો દબાવ નાંખે છે. આપ પણ આ દિવસોમાં દોસ્તથી ઘણા વધારે હળી-મળી ગયા હોવ છો, પોતાના દિલની અને જીવનની વાતો તેની સાથે શેર કરી હોય છે.
ક્યારેક આપનાં તૂટેલા દિલ પર મલમ લગાવવા માટે, ક્યારેક જોબ માટે, ક્યારેક સાથે ફરવા માટે, ક્યારેક એન્જોય કરવા માટે આપના આ દોસ્તને મળવાનો પ્લાન બનાવો છો.
Comments
Post a Comment