બોલ ટેમ્પરીંગ માટે હવે ૬ ટેસ્ટ અથવા ૧ર વન-ડેનો પ્રતિબંધ

બોલ ટેમ્પરીગમાં હવે ૬ ટેસ્ટ અથવા ૧ર વન-ડે સુધીનો પ્રતિબંધ લાગી શકે છે કારણ કે આઈસીસીએ આને લેવલ ત્રણનો ગુનો બનાવી દીધો છે અને મેદાન પર સારું વર્તન સુનિશ્ચિત કરવા માટે આ યાદીમાં અશ્લીલતા અને ખાનગી દુવ્યવહારને પણ સામેલ કરવામાં આવ્યું છે. ડબલિનમાં વાર્ષિક સંમેલનના અંતમાં વૈશ્વિક સંસ્થાએ મેદાન પર અયોગ્ય વ્યવહાર ઉપર અંકુશ મૂકવાની પોતાની યોજના પણ રજૂ કરી. આઈસીસી ચેરમેન શશાંક મનોહરે કહ્યું કે, હું અને મારા સાથી બોર્ડ નિર્દેશક રમતના સારા વર્તન માટે ક્રિકેટ સમિતિ અને મુખ્ય કાર્યકારિયોઓની સમિતિની ભલામણોનું સમર્થન કરવાને લઈ સર્વસંમત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ દરમ્યાન લાગુ આચારસંહિતા મુજબ આઈસીસીએ સ્મિથ પર એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવ્યો ત્યારબાદ આકરી સજાની માંગ ઉઠવા લાગી હતી ત્યાં સુધી કે ગત મહિને શ્રીલંકાના કપ્તાન ચાંડીમલને બોલ ટેમ્પરીંગ માટે એક મેચનો જ પ્રતિબંધ લગાવાયો હતો.
Comments
Post a Comment