એક વાર તો ખાઇ જુઓ : રાજસ્થાનની મશહૂર તંદૂરી મિસ્સી રોટી




રાજસ્થાનનું મશહૂર પકવાન તંદૂરી મિસ્સી રોટી છે. રાજસ્થાનમાં વધુ પડતું ખાનપાનમાં બેસન વપરાય છે.

અમોએ પણ આમાં બેસન વાપર્યું છે. અને એને બિલકુલ એ જ પ્રમાણે બનાવવાની કોશિશ કરી છે, જાણે કે હોટલમાં બનાવવામાં આવે છે. આવો જાણીએ, બનાવવાની રીત...

સામગ્રી :

ઘઉંનો લોટ - ૧ કપ

બેસન - ૧ કપ

નમક - સ્વાદાનુસાર (૧/૨ નાની ચમચી)

અજમો - ૧/૪ (નાની) ચમચી

હીંગ - ૧ થી ૨ ચપટી

હળદર - ૧/૪ (નાની) ચમચી

કસુરી મેથી - ૧ ચમચી

તેલ - ૨ નાની ચમચી


બનાવવાની રીત :

સૌ પ્રથમ આટા અને બેસનને એક બાઉલમાં કાઢી લો. તેમાં નમક, અજમો, હીંગ હળદર, કસૂરી મેથી અને તેલ નાંખીને મિલાવી લો. હવે નરમ આટો ગૂંદી લો. આટાને સેટ થવા માટે ૨૦ મિનિટ ઢાંકીને રાખી મૂકો. હવે હાથમાં થોડું તેલ લગાવીને લોટ મસળીને ચીકણો કરો. મિસ્સી રોટી બનાવવા માટે નો લોટ તૈયાર છે.

ત્યારપછી તવો ગરમ કરવા ગેસ પર મૂકો. અને આટામાંથી થોડો આટો કાઢીને ગોળ લુવા બનાવો, લુવા ને લોટમાં રગદોળો. હવે લુવામાંથી ૭-૮ ઇંચની રોટલી વણો. રોટલીને ગરમ તવા પર હલ્કી શેકી લો.


હવે બીજી બાજુને પણ શેકી લો. તવા પરથી ઉતારીને સીધી જ આગ પર મૂકીને રોટીને ગોળ ગોળ ઘુમાવતા રહો અને શેકાઇ જાય તો એક તરફ ઘી લગાડીને રોટલી મૂકવાના ડબ્બામાં નેપકીન પેપર અથવા ફોઇલ બિછાવીને મૂકતા જાઓ. આ પ્રમાણે બધી જ રોટલીઓ મૂકી દો. મિસ્સી રોટી તૈયાર છે. મનપસંદ સબ્જી, દહીં, ચટણી અને અચાર સાથે પરોસો.


Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે