આવી રહી “એપલ” ની સફર : દેવાળીયાપણાં ની કાંઠે આવીને પાછી વળી; ૧ ટ્રિલિયન ડોલરની કંપની...

એપલ હાલમાં જ દુનિયાની પહેલી ટ્રિલિયન ડોલર એટલે કે ૧૦૦૦ કરોડ ડોલરની કંપની બની ગઇ છે. ૧૯૭૬ માં સ્ટીવ જોબ્સ દ્વારા સ્થાપના બાદથી લઇને આજ સુધી આની સફર ખૂબ જ રોમાંચક અને કેટલાંયે ઉતાર-ચઢાવ વાળી રહી છે.
વચમાં તો એક સમય એવો પણ આવ્યો જ્યારે આનાં સ્થાપક સ્ટીવ જોબ્સને જ કંપની છોડવી પડી. અને ત્યારબાદ તેમણે જ આને દેવાળીયા થવાથી બચાવી.
દેવાળીયા થવાની અણી પર આવવા છતાંયે આ કંપની બની ટ્રિલિયન ડોલરની...
હકીકતમાં આજે જે દેખાય છે તેની પાછળ કેટલીયે બિહામણી સ્થિતિ પણ છે. આ કંપનીની સ્થાપના કરવાવાળા સ્ટીબ જોબ્સ જ્યારે આને બજારમાં લઇને આવ્યા ત્યાર સુધીમાં તેની કિંમત ૧૦૦ મિલિયન ડોલર હતી. દસ વર્ષ પછી એવી પરિસ્થિતિ થઇ ગઇ કે સ્ટીબ જોબ્સને કંપની છોડવી પડી.
આ પછી તો એવો સમય આવ્યો કે કંપની દેવાળીયા થવાની અણી પર આવી ગઇ. ૧૯૯૭ માં માઇક્રોસોફ્ટ અને બીજી કંપનીઓ સામે એપલ નું ટકવું મુશ્કેલ થઇ ગયું. પરિસ્થિતિ એવી થઇ ગઇ કે કંપની ને પોતાના ૧/૩ % કર્મચારીઓને છૂટા કરવા પડ્યા. કંપની પાસે ફક્ત ૯૦ દિવસનો સમય હતો.
ત્યારબાદ કંપનીમાં જોબ્સનું પુનરાગમ થયું. એમની સામે સહુથી મોટી સમસ્યા હતી કંપનીને ફરીથી પાટા પર લાવવાની. બરાબર ૧ વર્ષ પછી તેમણે આઇમેક્સ લોન્ચ કર્યો. જેનું બીજા જ મહિનામાં ૪ લાખ થી વધારે યુનિટ્સ નું વેચાણ થયું. અને આ પ્રમાણે કંપનીને રાહત મળી. આ દરમ્યાન કંપની માર્કેટ વેલ્યુ ૩ અરબ ડોલર હતી પરંતુ ૨૦૧૧ સુધીમાં તે ૩૫૦ અરબ ડોલર સુધી પહોંચી ગયું. ફક્ત સ્ટીવ જોબ્સની કાબેલિયત વડે...
આ પછી ટીમ કુક એ આ કંપનીને ૧ ટ્રિલિયન ડોલર સુધી નાં પડાવે પહોંચાડી દીધી.
આ હતા તેની સફળતાનાં કારણો :
એપલની સફળતા પાછળ કોઇ જ કારણ નથી રહ્યું. આવો, નજર નાંખીએ તેની સફળતાનાં કારણ પર
એવી પ્રોડક્ટ બને જે પોતાના માટે જ હોય :
એપલની સફળતા પાછળ આ મંત્ર નું મોટું યોગદાન રહેલું છે, કે કોઇપણ પ્રોડક્ટ કોઇની પણ માટે બનાવવા માટે તેને બનાવનારની ખૂદને જરૂર હોય. આનો મતલબ છે છે કે એપલ માં કોઇ એન્જિનીયર કોઇ પ્રોડક્ટ બનાવી રહ્યો છે તો તેની જરૂરત તેને ખુદને જ છે. આમાં સ્ટીવ જોબ્સ કંપનીનાં પ્રોડક્શન માટે ખુદ પોતે જ પ્રમુખ યુઝર્સ હતા. આના સિવાય પ્રોડક્ટ ડિઝાઇનરે એવી વસ્તુ બનાવવાની હતી કે તેના વગર તે પોતે પણ ના રહી શકે.
ઉપયોગ કરવો હોય સરળ :
એપલની વિચારસરણી હંમેશા એ રહી છે કે પ્રોડક્ટ કોઇપણ બનાવો, તે એવી હોવી જોઇએ કે જેનો ઉપયોગ કરવો એકદમ સરળ હોય.
જો પ્રોડક્ટ્સ એ પ્રકારની નથી તો પછી તે બેકાર છે. આ વિચાર ને કારણે જ કંપનીના યુઝર્સ ઇન્ટરફેસ ડિઝાઇન પ્રથમ દિવસ થી યુઝર ફ્રેન્ડલી રહ્યા છે.
સર્વોત્તમ કસ્ટમર સર્વિસ :
એપલે હંમેશા એ કોશિશ કરી છે કે ગ્રાહક ને તે ઉત્તમ સેવા આપે. કંપનીનું માનવું હતું કે તમે એવી પ્રોડક્ટ બનાવો જે વાપરવામાં સરળ તો હોય જ પરંતુ તેમને પ્રોડક્ટ નો ઉપયોગ કરવામાં ક્યાંય પણ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવાથી કસ્ટમર સર્વિસ સારી હોય.
આઇપોડ દ્વારા રિવોલ્યુશન લાવ્યા તો આશિર્વાદ રૂપ બન્યો આઇફોન -
એપલે ૨૦૦૧ માં પર્સનલ મ્યૂઝિક પ્લેયર આઇપોડ લોન્ચ કર્યું. સ્ટીવે આ વસ્તુ એવા લોકો માટે બનાવી હતી કે જેઓ ઝ્રડ્ઢ ખરીદવા માટે બજારમાં જવા નહોતા ઇચ્છતા. આમાં ૧૦૦૦ ગીતોને સ્ટોર કરવાની ક્ષમતા અને પ્લે લિસ્ટ બનાવવા જેવી કેટલીયે સુવિધાઓ આપવામાં આવી. ત્યારપછી જે મોડલ બજારમાં ઉતારવામાં આવ્યા તેમાં ફોટો અને વીડીઓ ની સુવિધા પણ આપવામાં આવી.
તદ્ઉપરાંત, એપલનું સહુથી મોટું પગલું હતું આઇફોન. સ્ટીવ જોબ્સ ઇચ્છતા હતાં કે કંપની એવી પ્રોડક્ટ બનાવે કે જેની લોકો કલ્પના પણ નથી કરી શકતા. ૨૦૦૭ માં આ જ કારણે આઇફોન લોન્ચ કર્યો, જે તેમના માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
Comments
Post a Comment