ફેશનેબલ આઇડિયા અપનાવીને સ્ટાઇલીશ બની જાઓ...

ચાહે ટ્રેડિશનલ હોય, ચાહે વેસ્ટર્ન હોય, ડ્રેસ હંમેશા અમારા ફેશન સ્ટેટમેન્ટમ નો મુખ્ય ભાગ રહેલ છે. આજ કારણ છે કે સહુથી વધારે ડીઝાઇનર અવારનવાર પ્રયોગો આઉટફીટ પર જ કરતાં હોય છે. એટલા માટે જ જો આપ ખૂબસૂરત અને સ્ટાઇલીશ દેખાવા માટે સ્ટાઇલીશ ટ્રિક્સ ટ્રાય કરો, આ ફેશનેબલ આઇડિયા ઓ અપનાવો અને બની જાવ સુપર સ્ટાઇલીશ... આપને નવા નવા ડ્રેસીઝ નો ખૂબ જ શોખ હોય તો બતાવી દઇએ કે આજકાલ બોલીવુડની હસીનાઓ દર વખતે અલગ અલગ સ્ટાઇલીશ આઉટફીટ ને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળે છે. જો આપ પણ વોર્ડરોલ અપડેટ કરવા માંગતા હોવ તો એક નજર અહીંયા...
કોઇપણ પ્રસંગ પર જ્વેલટોન કલર્સ ખૂબસૂરત લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્વેલટોન માં ટેક્ષાચર્ડ ફેબ્રિક જ પસંદ કરો. અને તેને વધારે પડતું એમ્બેલીશ (પ્રદર્શન) ના કરો, નહીંતર એ વધારે ભારેખમ લાગશે.
પાર્ટી - ફંકશનમાં જઇ રહ્યાં હોવ તો મેટાલીક શીનવાળા આઉટફીટ પસંદ કરો. મતલબ કે એવા આઉટફીટ, જેમાં ગોલ્ડ - સિલ્વર ની હિટ હોય, એ આપને પરફેક્ટ લુક આપશે.
જો આપને કલરફૂલ આઉટફીટ પસંદ હોય પરંતુ વજનદાર લાગતાં હોય તો કોઇપણ એક કલરનાં ફેમિલીમાંથી કલર્સ પસંદ કરો. જેમ કે આપ બ્લ્યુ અને વાયોલેટ ના ડીફરન્ટ શેડ્સ સિલેક્ટ કરો. તે ખૂબસૂરત લાગશે.
આજકાલ પ્રિન્ટેડ પેન્ટ્સ ફેશનમાં ઇન છે. જે એબ્સ્ટ્રેક્ટ, ફ્લોરલ, જ્યોમેટ્રિકલ, સ્ટ્રાઇપ્સ જેવાં કેટલાંયે પ્રિન્ટ્સ માં ઉપલબ્ધ છે.
વ્હાઇટ કલર ની સાથે બેઝ, કેમલ, બ્રાઉન અને સોફ્ટ ગ્રે કલર્સનું કોમ્બિનેશન હંમેશા એલીગેટ લાગે છે.
Comments
Post a Comment