ઠંડીમાં રમવું છે બરફથી, તો ચાલ્યા આવો ઉત્તર ભારત



શરદીની ઋતુમાં સૌથી મજાની વાત હોય છે હિમવર્ષા એટલે કે સ્નો ફોલ... બરફથી ઢંકાયેલ પહાડો મનને પ્રફુલ્લિત કરી દે છે. ભારતમાં એવાં કેટલાંયે રાજ્યો છે, જ્યાં હિલસ્ટેશનો તો છે પરંતુ સ્નોફોલ નથી થતો.. પરંતુ આ બાબતમાં ભારતનો ઉત્તર ભારત નો હિસ્સો ખૂબ જ ભાગ્યશાળી છે. શરદીઓ ના સમયમાં ઉત્તર ભારતમાં કેટલીયે એવી જગ્યાઓ છે કે જ્યાં હિમવર્ષ નો બેહદ આનંદ ઉઠાવી શકાય છે.

જો આપ ઠંડીની ઋતુ દરમ્યાન હીમવર્ષાનો આનંદ ઉઠાવવા માંગતા હોવ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીર ની યાત્રા જરૂર કરવી જોઇએ. જ્યાં આપ હિમવર્ષા ની મજા લઇ શકો છો. ઉત્તર ભારત ની આ જગ્યાઓ પર્યટકો માં હનીમૂન ડેસ્ટિનેશન પણ મનાય છે.

આવો જાણીએ ઉત્તર ભારતનાં કેટલાંક ખૂબસૂરત સ્થળો વિશે જ્યાં આપ બરફવર્ષાનો આનંદ ઉઠાવી શકો છો.
બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલું સોનમર્ગ જમ્મુ - કાશ્મીર રાજ્યમાં લોકપ્રિય પર્યટન સ્થળ છે. જે સમુદ્ર ની સપાટીથી ૨૭૪૦ મીટરની ઊંચાઇએ આવેલ છે. અહીં બરફવર્ષા ની સાથે સ્કીઇંગ ની પણ મજા માણી શકાય છે. બરફથી ઢંકાયેલ પહાડો અને અલ્પાઇન ફૂલોંથી ઘેરાયેલી આ ખૂબસૂરત જગ્યાએ ફિલ્મના શુટિંગ પણ થયેલાં છે.

લાંચગ માં આવેલ કટાવ, સિક્કીમ નું એક ખૂબ જ ખૂબસૂરત હોલીડે સ્ટેશન છે, જ્યાં બરફવર્ષાનો આનંદ ઉઠાવી શકાય છે. કટાવ સમુદ્રથી ૧૫૦૦૦ ફીટ ની ઊંચાઇ પર આવેલ છે. જ્યાંથી હિમાલયની ગિરિશૃંખલાઓ જોઇ શકાય છે. એટલું તો ચોક્કસ છે કે આપ અહીંના દિવાના થઇ જશો.
હિમાચલ પ્રદેશના પ્રસિધ્ધ હિલ સ્ટેશન ડલહૌજીમાં પણ પર્યટકો દેવદાર વૃક્ષો વચ્ચે રૂ નાં પૂમડાં ની જેમ પડતા બરફની મજા લઇ શકે છે. પર્યટક અહીંયા ડલહૌજી સિવાય ખજીયાર વગેરે પણ જોઇ શકે છે.
મનાલી હિમાચલ પ્રદેશનું એક બેહદ ખૂબસૂરત હિલ સ્ટેશન છે, કે જે ચારેય બાજુથી ઊંચા ઊંચા બર્ફીલા પહાડોથી ઘેરાયેલ છે. મનાલી પાસે રોહતાંગ - પાસ પણ પર્યટકો ફરવા જઇ શકે છે. પરંતુ હાલમાં ભારે હિમવર્ષાને પગલે અહીંનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પર્યટક અહીંયા ટ્રેકિંગ ની સાથે સ્કીઇંગની પણ મજા લઇ શકે છે.

અરૂણાચલ પ્રદેશ માં આવેલ તવાંગ એક ખૂશનૂમા હિલસ્ટેશન છે. શિયાળા દરમ્યાન તવાંગમાં ભારે સ્નોફોલ જોવા મળે છે, સાથે જ મઠ વગેરે પણ જોઇ શકાય છે.

જો હું કહું કે આપ બરફવર્ષાનો આનંદ પશ્ચિમ બંગાલમાં પણ લઇ શકો છો તો શાયદ આપ મને બેવકૂફ કહેશો... પરંતુ પશ્ચિમ બંગાલ ના દાર્જીલીંગ જિલ્લાના નોરો ઘાટી નેશનલ પાર્ક પાસે આવેલ લાવા અને લેપચાજાગ બે એવા ક્ષેત્રો છે. જ્યાં બરફવર્ષાન મજા ઉઠાવી શકાય છે. ગઢવાલ હિમાલયની પર્વતમાળામાં આવેલ ઔલી સ્કીઇંગ માટે એક પરફેક્ટ સ્થળ છે. શિયાળા દરમ્યાન અહીંના ઊંચા ઊંચા પહાડોને બરફથી ઢંકાયેલા જોઇ શકાય છે.

જો આપ વધારે ભીડભાડ વાળી જગ્યાએ રજાઓ મનાવવા નથી માંગતા તો, નારકંડા આપના માટે બેસ્ટ છે. અહીંયા આપ બરફવર્ષા નો આનંદ તો માણી જ શકો છો, સાથે જ સફરજનના બગીચાઓની સફર પણ કરી શકો છો.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે