ફરવાના શોખીન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં બનાઓ સારૂ કેરિયર


આ વિશ્વરમાં કદાચ જ કોઇને એવી વ્યકિત હશે જેને ફરવાનો શોખ ના હોય. કારણ કે મનુષ્ય એક જગ્યાએ રહીને નિઃરસ થઇ જાય છે. એટલે પોતાની નિરસતા દૂર કરવા માટે બીજી જગ્યા ઉપર ફરવા જવાનું પ્લાન બનાવે છે. જો તમને નવી જગ્યાઓ વિશે જાણવામાં રસ હોય તો આ ક્ષેત્રમાં કેરિયર બનાવવું તમારા માટે સારો વિકલ્પ છે. આજે અમે તમને ટ્રાવેલ પ્લાનર કઇ રીતે બની શકાય છે. એના વિશે જણાવીશું.

યોગ્યતા : ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માટે ડિગ્રી, પીળી ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટીફિકેટ ઉપલબ્ધ છે. ડિગ્રી કોર્ષનો સમય ૩ વર્ષ નો હોય છે.

કરિયર વિકલ્પ : આ ક્ષેત્રમાં કેરિયર માટે ઘણાં સારા વિકલ્પ હોય છે. સરકારી ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં નિકળવા વાળી જોબ રિઝવેશન એન્ડ કાઉન્ટર સ્ટાફ, ટુર પ્લાનર્સ, ટુર ગાઇડ્‌સ વગેરે માં તમાર ડોક્યુમેન્ટ સાથે એપ્લાય કરી શકે છે.

પર્સનલ સ્કીલસ : ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગમાં કોમ્યુનિકેશન સ્કીલ ઘણું જરૂરી છે. કારણ કે અહીંયા પ્રવાસી જોડે વાતચીત કરીને એમની જિજ્ઞાસા ને શાંત કરવાનું હોય છે. તમારો વ્યવહાર પણ કુશળ હોવો જરૂરી છે.

પગાર કેટલો : ટુરિઝમ ઉદ્યોગમાં પગાર ઘણો સારો હોય છે. એયરલાઇન્સ, ટ્રાવેલ એજન્સીમાં તમાર પરિવારને પણ મફત માં સુવિધા મળશે. આમાં શરૂઆતમાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા સુધી પગાર હોય છે. અનુભવ વધવાથી પગાર પણ વધીને ૪૦ હજાર થી ૧ લાખ રૂપિયા સુધી થઇ શકે છે.

કયા કોર્ષ : બેચલર ઓફ ટુરિઝમ એડમિનિસ્ટ્રેરમ, બેચલર ઓફ ટુરિઝમ સ્ટડીઝ, માસ્ટર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ.


Comments