શેરઇટ નાં દુનિયાભરમાં થયા ૧.૨ અરબ યુઝર્સ



પ્રસિધ્ધ મોબાઇલ ફાઇલ શેયરીંગ એ દુનિયાભરમાં  ૧.૨ અબજ યુઝર્સ નો આંક પ્રાપ્ત કરી લીધો છે. કંપની એ બુધવારે એક જાહેરાતમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪ માં ૧૦ કરોડ ડાઉનલોડ્‌સ થી શરૂઆત કરવાવાળી શેયરઇટ એ દુનિયાભરમાં અઢી (૨.૫) વર્ષમાં જ ૧.૨ અબજ યુઝર્સના આંક ને સ્પર્શી ગયેલ છે.
શેયરઇટ ઇન્ડિયા ના પ્રબંધ નિર્દેશક જેસોન વાંગે કહ્યું કે “શેયરઇટ બધાં જ વયગ્રુપ માં એક પ્રસિધ્ધ એપ છે. અને ઊભરતા બજારોમાં આ સૌથી મૂલ્યવાન સામાજીક સામગ્રી એકીકૃત વિતરણ મંચ બની ગયેલ છે. તેનું મ્યુઝીક, વિડીઓ, પિક્ચર, એપ્લિકેશનનાં ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ પ્રભાવ છે.”
યાંગ કહ્યું - “શેરઇટ તેજીથી વિકાસ કરતાં યુઝર્સ માટે એક એવું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે કે જેના દ્વારા ફાઇલો, મ્યુઝિક અને વિડીઓ મોકલી શકાય છે.” દુનિયાભર માં શેયરઇટ નાં ૧.૨ અબજ યુઝર્સ છે. જેમાંથી ૩૦%  ભારતમાં છે અને દેશમાં અત્યાર સુધી ૩૦ કરોડ ડાઉનલોડ થઇ ચૂક્યાં છે.

Comments

Popular posts from this blog

કમ્પ્યુટરથી પણ તેજ દિમાગવાળી હતી આ મહિલા, લોકો તેને હ્યુમન કમ્પ્યુટર કહેતા હતા...

દરરોજ નમાઝ પઢવાથી કમરનો દુઃખાવો ગાયબ થઈ શકે છે

૨૦૦૦ આઇસ્ક્રીમનાં કપથી બની છે આ અનોખી અન ખૂબસૂરત લાઇબ્રેરી