ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને રોઝા રાખતી દીપિકાએ કહ્યું : જીવનમાં સંતોષ મળ્યો છે



અભિનેતા સોહેબ ઈબ્રાહીમ સાથે ફેબ્રુઆરીમાં નિકાહ કરનાર ‘સસુરાલ સીમર કા’ની ફેવરિટ વહુ સીમર એટલે કે દીપિકા કક્કર પરિવાર સાથે પવિત્ર રમઝાન માસમાં રોઝા ઈફતાર કરતી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. દીપિકા જણાવે છે કે સોહેબ સાથે લગ્ન કર્યા બાદ જીવનનો સંતોષ મળી ગયો છે. દીપિકાએ સોહેબના પરિવાર સાથેના ઘણા વીડિયો શેર કર્યા છે. દીપિકાએ કહ્યું કે, રમઝાન મહિનામાં રોઝા રાખવા એટલા મુશ્કેલ નથી જેટલા તે શાદી પહેલાં વિચારતી હતી. દીપિકા રમઝાન માસમાં રોઝા પણ રાખે છે.
ઈદની તૈયારીઓ વિશે દીપિકાને પૂછતા લગ્ન કર્યા બાદ આ તેની પ્રથમ ઈદ હોવાથી પતિ ઈબ્રાહીમ અને પરિવાર સાથે ઈદ મનાવવાની ઘોષણા કરી હતી. દીપિકાએ જણાવ્યું કે, તે ગ્રીન કલરનો સરારા પહેરશે. આખું વોર્ડશેબ તૈયાર છે. પરિવારના તમામ લોકો પણ ઉત્સુક છે. દીપિકાએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા પર સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ દીપિકાએ જણાવ્યું હતું કે સોહેબ સાથે નિકાહના નિર્ણય પર તેને ગર્વ છે આ તેમનો અંગત મામલો છે અને એમાં હસ્તક્ષેપ કરવાની કોઈને પરવાનગી નથી. દીપિકાએ કહ્યું કે, આ નિર્ણયમાં તેમનો પરિવાર તેમની સાથે છે.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે