૧,૪૪,૪૦૦ વર્ગમીટર સુધી ફેલાયેલું છે આ ખૂબસુરત ઝાડ, ગિનિસ બુકમાં પણ શામેલ એનું નામ

દેશ - વિદેશમાં જોવા માટે કેટલાંયે મોટા અને ખૂબસુરત ઝાડ આવેલ છે, પરંતુ આજે અમે આપને દુનિયાનાં સૌથી મોટા પીપળના ઝાડ વિશે બતાવવા જઇ રહ્યાં છીએ. દુનાયાના આ સૌથી વિશાળ ઝાડને જોવા દૂર દૂરથી ટૂરિસ્ટ આવે છે. આ ઝાડ કલકત્તાનાં આચાર્ય જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનીકલ ગાર્ડનમાં મૌજૂદ છે. આવો જાણીએ આ ઝાડ વિશે વધુ વાતો...
આ ગાર્ડનમાં લગભગ ૧૫૦ છોડવાઓની પ્રજાતિઓ સિવાય ૧,૪૪,૪૦૦ વર્ગમીટર સુધીમાં સહુથી વિશાળ પીપળનું ઝાડ આવેલું છે. આ ગાર્ડન લગભગ ૧૦૦ હેક્ટર જમીનમાં ફેલાયેલું છે. જેમાં સૌથી વધારે જગ્યા આ ઝાડે રોકેલી છે. જોવામાં આ ઝાડ કોઇ જંગલ થી ઓછું નથી લાગતું.
હકીકતમાં પીપળાની શાખાઓમાંથી વડવાઇઓ પાણીની શોધમાં જમીન તરફ વધે છે અને ત્યારબાદ મૂળનાં સ્વરૂપમાં ઝાડને પાણી અને સહારો આપવા લાગે છે. આજ કારણે આ ઝાડની શાખાઓ પણ ૨૮૦૦ થી વધારે વડવાઇનાં રૂપમાં ફેરવાઇ ગઇ છે.
સૌથી વિશાળ અને ખૂબસુરત આ પીપળો એટલો મજબૂત છે કે તોફાન - વાવાઝોડું આવે તો પણ તેને કંઇ જ થતું નથી.
પોતાની આ જ ખાસિયત ને કારણે આ ઝાડને ગિનિસ બુકમાં શામિલ કરવામાં આવ્યું છે. આ ઝાડની સુંદરતા વધારવા તેની આસપાસ કેટલીયે સુંદર આકૃતિઓ બનાવાઇ છે, ઉપરાંત ગાર્ડનમાં આપ કેટલાંયે રંગબેરંગી ફૂલ જોઇ શકો છો.
Comments
Post a Comment