છીપા વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન

માનવસેવાની ભેખધારણ કરી છીપા વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનને ૧૯૬૯માં શિક્ષણ સંસ્થા સ્થાપી શિક્ષણક્ષેત્ર પર્દાપણ કર્યું છે. છેલ્લાં ૪૭ વર્ષથી છાપી વેલ્ફેર ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, પ્રાથમિક શાળા, બેબી કૉલેજ અને ઇંગ્લિશ મીડિયમની પ્રાઈમરી સ્કૂલમાં ૨૧૦૦ બાળાઓ અભ્યાસ કરી રહી છે. શાળાના એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાઓના પરિણામ ૯૫%થી ૧૦૦% ની વચ્ચે રહે છે. શાળા દ્વારા બાળાઓના સંપૂર્ણલક્ષી ઘડતર માટે અનેક સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે શાળા દ્વારા ખોખરા રમત-ગમત સંકુલ ખાતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જમાલપુરની સાંકડી ગલીઓ અને પોળોમાં રહેતી બાળાઓ માટે સ્વતંત્ર રીતે રમતો રમવાી સુવર્ણ તક શાળા દ્વારા પૂરી પાડવામાં આવી. ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, કોથળા દોડ, ટ્રીપલ રેસ, ઊંચીક કૂદ, લાંબી કૂદ, પોટેટો રેસ, લીંબુ ચમ્ચી, સંગીત ખુરશી, કબડ્ડી જેવી રમતોમાં ધોરણ ૧ થી ૧૨ની ૭૫૦ શાળાઓએ ભાગ લીધો. જેમાં જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા ૨૭૦ બાળાઓને ટ્રૉફી દ્વારા નવાજવામાં આવી. આ રમતોત્સવમાં અતિથિ વિશેષ તરીકે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય શ્રી ભુષણભાઈ ભટ્ટ તેમજ મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર શ્રી અબુભાઈ કુચેરાવાળા ઉપસ્થિત રહ્યા. સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા ટ્રસ્ટી મંડળે ભાગ લેનાર તમામ બાળાઓને બિરદાવી. આના સિવાય દરવર્ષે શાળામાં જશ્ને ઇદે મિલાદ હુન્નબી સ.અ.વ.ની સ્વાતંત્રદિન અને પ્રજાસત્તાકદિનની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
શાળાના અનેક શિક્ષકોને વિવિધ ઍવોર્ડ દ્વારા સન્માતિ કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય, અંજુમબહેન રઝવીને રાજ્ય તથા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષણો ઍવોર્ડ મળેલ છે.
શૈક્ષણિકક્ષેત્રે સફળતા બાદ તબીબીક્ષેત્રે વર્ષ ૧૯૯૯થી છીપા વેલ્ફેર જનરલ હૉસ્પિટલી સ્થાપના થઈ. છીપા વેલ્ફેર જનરલ હૉસ્પિટલે તબીબીક્ષેત્રે આધુનિક સાધનો દ્વારા અદ્યતન સારવાર માટે અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલ ખાન પેથો લોજિકલ લેબોરેટરી, ડિઝીટલ એક્સ-રે અને સોનોગ્રાફી લેબોરેટરી તથા ત્રણ ઑપરેશ થિયેટર કાર્યરત છે. છીપા વેલ્ફેર જનરલ હૉસ્પિટલ ૨૪ કલાક તબીબી સેવાઓ પૂરી પાડી રહી છે. છીપા વેલ્ફેર ડેન્ટલ ક્લિનિક પણ એક આગવી ઓળખ છે. ડેન્ટલ ક્લિનિક આધુનિક સાધનોથી સજ્જ છે. જ્યાં અનુભવી ડૉક્ટરો દ્વારા રાહત દરે દાંતી સારવાર કરવામાં આવે છે. હજારો દર્દીઓએ ડેન્ટલ ક્લિનિકનો લાભ લીધેલ છે.
છીપા વેલ્ફેર શાળાના હૉલમાં દરવર્ષે “અરકો હજ્જ’ની તાલીમ બહેનો માટે રાખવામાં આવે છે. જેનું સરળ સંચાલ હાઈસ્કૂલા શિક્ષિકા શ્રીમતી બિલ્કીસબાનુ પઠાણ દ્વારા થાય છે. આ તાલીમનો લાભ દરવર્ષે લગભગ ૨૦૦ જેટલી બહેનો લે છે.
સંસ્થાની સમાજ સેવાની ભેખ સમાજના દાનવીરોના સહકારથી જ સંપન્ન થાય છે. તમામ ટ્રસ્ટી મંડળ અને તમામ સંસ્થાઓના કાર્યકર્તાઓના સહિયારા પ્રયત્નો અને ટીમવર્કથી છીપા વેલ્ફેર ઓર્ગેાઇઝેશન નામ ઉજળું છે અને હંમેશા રહેશે. આમીન...
છીવા વેલ્ફેર ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, પ્રાથમિક શાળા, બેબી કૉંલેજ અને ઇંગ્લિશ મીડિયમ પ્રાઈમરી સ્કૂલના ૨૧૦૦ શાળાઓ અભ્યાસ કરી રહી છે. શાળાના જી.જી.ઝ્ર અને ૐ.જી.ઝ્ર બોર્ડ પરીક્ષાઓના પરિણામ ૯૫% થી ૧૦૦%ની વચ્ચે રહેલ છે. શાળા દ્વારા બાળાઓના સંપૂર્ણલક્ષી ઘડતર માટે એક સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજ કરવામાં આવે છે. વક્તૃત્વસ્પર્ધા-નિબંધસ્પર્ધા-જનરલ નૉલેજ ક્વીઝ-ઈસ્લામિક ક્વીઝ-રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી કારકીર્દિ માર્ગદર્શન સેમિનાર કેશગૂંથન સ્પર્ધા, ઈટ્ઠહિૈહખ્ત ુરૈઙ્મી ઙ્મીટ્ઠહિૈહખ્ત, સ્વચ્છતા અભિયાન રેલી, જેવી અનેક શાળાકીય સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં છુપાયેલી સુશૃપ્ત શક્તિઓને શોધીને વિકાસને માર્ગે વાળવાના અવિતર પ્રયાસો કરવામાં આવે છે. વિજ્ઞાનમેળાઓ અને અનેક આંતરસાલેય સ્પર્ધાઓમાં શાળાી બાળાઓ પ્રથમ અને સર્વોત્તમ ઈનામો મેળવે છે. આ વર્ષે શાળા દ્વારા ખોખરા રમત-ગમત સંકુલ ખાતે ભવ્ય રમતોત્સવું આયોજન કરવામાં આવ્યું. જમાલપુરની સાંકડી ગલીઓ અને પોળોમાં રહેતી બાળાઓ માટે સ્વતંત્ર રીતે રમતો રમવાી સુવર્ણતક શાળા દ્વારા પૂરી પાડવામાં આવી. ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, રીબદોડ, કોથળા દોડ, ટ્રીપલરેસ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, રસ્સાખેંચ, લોટમાંથી ગોેળીઓ શોધવી, માટલા ફોડ, પોટેટો રેસ, લીંબુ ચમ્ચી, સંગીત ખુરશી, કબડ્ડી જેવી રમતોમાં ધોરણ ૧ થી ૧૨ની ૭૫૦ બાળાઓએ ભાગ લીધો. જેમાં જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા ૨૭૦ બાળાઓએ ટ્રૉફી દ્વારા વાજવામાં આવી. શાળાની બાળઓી દિલકશ પરેડ અને ધૂમ મચાવનાર બેન્ડ ટીમે આમંત્રિતોને અને દર્શકોના મન જીતી લીધા. આ રમતોત્સવમાં અતિથિવિશેષ તરીકે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, તેમજ મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર શ્રી અબુભાઈ કુચેરાવાલા ઉપસ્થિત રહ્યા. સમાજમાં અગ્રગણ્ય નાગરિકો તથા ટ્રસ્ટી મંડળે ભાગ લેનાર તમામ બાળાઓને બિરદાવી.
દરવર્ષે શાળામાં જશ્ે ઇદેમિલાદુન્નબી સ.અ.વ.ની સ્વાતંત્ર્યદિન અને પ્રજાસત્તાક દિનની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

Comments
Post a Comment