બેન્કિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે આ ખતરાઓથી બચવા સાવધાની રાખો

ઇન્ટરનેટ બેન્કિંગ આજે અત્યંત સરળ થઇ ગયેલ છે, અને હવે તો મોબાઇલ એપ્સે એને વધુ આસાન બનાવી દીધેલ છે. આજકાલ આનાં ખતરાઓ પણ વધી રહ્યાં છે.
આપને બતાવી દઇએ કે ત્રણેય મોટી મોટી બંકેો ICICI, HDFC અને RBI નાં ફર્જી એપ્સ ગૂગલ પ્લેસ્ટોર પર મૌજૂદ છે. જો આ એપ્સ ભૂલથી પણ ડાઉનલોડ કર્યા તો આપની અંગત જાણકારીથી લઇને બેન્ક એકાઉન્ટ પણ હેક થવાની સંભાવના છે.
આવી રીતે કામ કરે છે આ એપ્સ :
સોલોવાકિય બેઝ્ડ ઓફ ઇન્ટરનેટ પ્રોડક્ટ પ્રોવાઇડર ઈજીઈ્ નાં જણાવ્યા પ્રમાણે આ ઓસને જૂન-જૂલાઇ ૨૦૧૮ માં પ્લેસ્ટોર પર રીલીઝ કરવામાં આવેલ છે. જ્યાં સુધી ગૂગલ આવી એપ્સને પોતાના સ્ટોર પરથી નહીં હટાવે ત્યાં સુધી કેટલાંયે લોકોએ ડાઉનલોડ કરી લીધી હશે, જેમાં યુઝર્સના ક્રેડિટ કાર્ડની જાણકારી માંગે છે, જેવી જાણકારી નાંખો કે તરત જ આ એપ્સ યુઝર્સના બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ દાખલ કરવા અને સબમીટ બટન પર ક્લિક કરવા માટે કહે છે. ત્યાર બાદ યુઝર્સની અંગત જાણકારી ઓનલાઇન લીક થઇ જાય છે, જેને કોઇપણ એક્સેસ કરી શકે છે. આ પ્રમાણે કોઇપણ યુઝર્સને મોટી મુશ્કેલી, નુકશાન ઉઠાવવું પડે છે.
આ ત્રણેય બેન્કોના એપ્સને ડાઉનલોડ કરવાથી આપની અંગત જાણકારીથી માંડીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ માંગે છે, કહે છે કે આપની ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દેવાશે. જાણકારી આપતાં જ તેઓ ઉપયોગ કરી લે છે.
આવી રીતે કરી શકાય બચાવ :
- કોઇપણ ગુગલ એપ્સ પ્લેસ્ટોરથી ડાઉનલોડ કરતાં પહેલાં તેની પૂરી જાણકારી મેળવો.
- ડાઉનલોડ કરતાં પહેલાં કેટલીવાર ડાઉનલોડ કરવામાં આવેલ છે તે જાણી લો.
- જો આપને જરા પણ આશંકા જાય તો પોતાની અંગત જાણકારી શેર ના કરશો.
- આપને જણાવી દઇએ કે કોઇ બેન્ક આપની પાસે પાસવર્ડ ના તો ફોન નંબર પર માંગે છે, ના તો ઓનલાઇન પર માંગે છે.
Comments
Post a Comment