માનુષી ચિલ્લરે “મિસ વર્લ્ડ”

ભારતની માનુષી ચિલ્લરે મિસ વર્લ્ડ ૨૦૧૭ નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સૌથી દિલચસ્પ વાત એ છે કે લગભગ ૧૭ વર્ષ પછી આ ખિતાબ કોઇ ભારતીય ને મળ્યો છે. વર્ષ ૨૦૦૦ માં દેશી ગર્લ પ્રિયંકા ચોપડા એ મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો. આ વખતે મિસ વર્લ્ડ સમારોહનું આયોજન ચીનના સાન્યા શહેરમાં કરવામાં આવેલ જ્યાં દુનિયાભરની લગભગ ૧૦૮ સુંદરીઓએ ભાગ લીધો હતો. માનુષી હજુ ૨૦ વર્ષની જ છે. અને તેણીએ દિલ્હીના સંત થોમસ સ્કૂલ અને સોનીપતની ભગત ફૂલસિંહ સરકારી મેડીકલ કોલેજ (મહિલા) માંથી ભણતર લીધું છે. ચિલ્લર હૃદયરોગ વિશેષજ્ઞ બનવા માંગે છે. અને ગ્રામિણ વિસ્તારમાં બિન લાભકારી હોસ્પિટલ ખોલવા માંગે છે. આ પ્રતિયોગિતામાં મિસ ઇંગ્લેન્ડ રહી ચૂકેલી સ્ટેફની પહેલી રનરઅપ રહી. ત્યાં મેક્સિકોની મિસ મૈક્સિકો સેકન્ડ રનરઅપ રહી. માનુષી ચિલ્લરના પિતા બાસુ ચિલ્લર અને માતા નીલમ ચિલ્લર બંને વ્યવસાયે ડોક્ટર છે. ચિલ્લરનો જન્મ ૧૪ મે, ૧૯૯૭ માં થયો છે.
માનુષીનો લુક મિસ વર્લ્ડ ની દરેક યોગિતામાં અલગ અને ખાસ રહ્યો. આ પ્રતિયોગિતાના ફાઇનલ રાઉન્ડમાં તેણીએ હાઉસ ઓફ ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન પીકોક નો ડિઝાઇન કરેલ ગાઉન પહેર્યો હતો. આ ગાઉન સંપૂર્ણ પણે યોગ્ય તકની રાહ જોવા વાળો હતો. જેની પર સિલ્વર હૈલી વર્ક એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. આ ગાઉનની નેકલાઇન ડીપ પલગીંગ હતી. સાથે જ તેણીએ કામોમાં સ્ટેટમેન્ટ ડાયમંડ એરીંગ્સ પહેરી હતી. સ્મોકી આઇ-ડેવી મેકઅપ અને ન્યુડ લિપ્સ લૂકમાં માનુષી ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી.
મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર ખુદને આવી રીતે રાખે છે ફીટ... ફોલો કરે છે આ ડાયેટ પ્લાન...
માનુષી ચિલ્લરે ભારતીઓને એ ખુશી આપી છે કે જેનો ઇંતેજાર ૧૭ વર્ષથી હતો. જી હાં, સાલ ૨૦૦૦ માં પ્રિયંકા ચોપડા ના મિસ વર્લ્ડ બન્યા પછી લગભગ ૧૭ વર્ષના લાંબા ઇંતેજાર પછી ભારતની માનુષી ચિલ્લર મિસ વર્લ્ડ બની છે. માનુષી ના મિસ વર્લ્ડ બનતાં જ પૂરી મિડિયા તેણીની સાથે જોડાયેલ દરેક વાતો જનતા સુધી પહોંચાડવા માંગે છે. મિસ વર્લ્ડ પ્રતિયોગિતા દરમ્યાન માનુષી ને ફીટનેસ થી લઇને કેટલાંયે ઇનામો મળ્યા છે. અને હવે જ્યારે તેણી મિસ વર્લ્ડ બની ગઇ છે તો આખી દુનિયા જાણવા માંગે છે કે માનુષી ડાયેટ માં એવું શુંં ખાય છે કે જેનાથી તે આટલી ફીટ અને સુંદર દેખાય છે...
થોડા દિવસો પહેલાં એક ઇન્ટરવ્યુ માં તેણી એ બતાવ્યું કે તેણી સવારે ૪ વાગે ઊઠે છે. જીમમાં એક્સરસાઇઝ કરે છે. એની સાથે સાથે ખુલાસો કર્યો કે પોતાની સવારની શરૂઆત લીંબુ પાણીથી કરે છે.
નાસ્તામાં તેણી નટ્સ અને ફ્રેશ ફ્રૂટ્સની સાથે ૨ ઇંડા ખાતી હતી. બપોરે જમવામાં ૨ રોટલી સાથે એક કટોરી ભાત અને સબ્જી ખાતી હતી. તદ્ઉપરાંત તેણી રાયતું, સલાડ, ચિકન અને મસુરની દાળ પણ જમતી હતી.
ડિનરમાં તેણી સૂપ, મચ્છી, બ્રોકલી ની સાથે પુલાવ તથા ટોફૂ સલાડ લેતી હતી.
Comments
Post a Comment